Charotar Sandesh
ગુજરાત

કોરોનાકાળમાં એક પણ તબીબનું રાજીનામું સ્વિકારાશે નહિ : ના.મુખ્યમંત્રી

ગાંધીનગર : કોરોના કાળમાં એક પણ ડોક્ટરનું રાજીનામું નહિ સ્વીકારવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. નીતિને પટેલે કહ્યું કે કેટલાક તબબીઓ રાજીનામાં આપ્યા છે. પરંતુ અમે એક પણ તબીબનું રાજીનામું સ્વીકાર્યું નથી. કોરોનામાં ડૉક્ટરોની જરૂર છે. એટલે એક પણ ડૉક્ટરના રાજીનામાનો સ્વીકાર નહીં કરવામાં આવે.

રાત્રિ કરફ્યૂની જાહેરાત કરતા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી હોસ્પિટલોમાં કામ કરતા તબીબોને લઈને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ડોક્ટરોએ રાજીનામા મૂક્યા છે. મારા તરફથી અને આરોગ્ય વિભાગ દ્વારા આ રાજીનામા સ્વીકારાયા નથી. અમે બધા તબીબોને કહ્યું છે કે, જ્યા સુધી કોરોના સંક્રમણ પૂરુ ન થાય ત્યાં સુધી તેઓને નાગરિકોને હાલ સેવાની જરૂર છે. કોઈપણ ડોક્ટર કોઈ પણ કક્ષાના હશે તેમનુ રાજીનામુ રાજ્ય સરકાર મંજૂર નહિ કરે. ખાસ બીમારી ધરાવતા ગણ્યાગાંઠ્યા ડોક્ટરોના રાજીનામા અમે મંજૂર કર્યાં છે. કેટલાક ગંભીર બીમારી જેવા કેટલાક ખાસ કિસ્સામાં જ તબીબોના રાજીનામાનો સ્વીકાર થશે. બાકી કોરોના કાળમાં કોઈ પણ ડોક્ટરનું અમે રાજીનામું નહીં સ્વીકારીએ. પરંતુ મોટાભાગના સ્વસ્થ છે, તંદુરસ્ત છે અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવા માંગે છે તેમાંનું કોઈનુ રાજીનામુ અમે મંજૂર કર્યાં નથી, અને હાલ મંજૂર નહિ થાય.

Related posts

રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો : આજે ૨૨૬૫ કેસ થઇ જતા હાહાકાર, ૨૮ જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો

Charotar Sandesh

મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદિક-હોમિયોપેથીમાં પ્રવેશ પ્રક્રિયા ૨જી નવેમ્બરથી થશે શરૂ…

Charotar Sandesh

ગુજરાતમાં બંધને મિશ્રપ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો, વડોદરામાં અટકાયત, બગોદરા હાઇવે પર ટાયરો સળગાવ્યાં…

Charotar Sandesh