Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

કોરોનાના કહેરથી ફિલ્મ ઉદ્યોગને બેવડો માર : ફિલ્મ મેકરોની ફરી ઓટીટી પર નજર…

મુંબઈ : દેશભરમાં કોરોનાની બીજી લહેરનાં કારણે ફિલ્મ ઉદ્યોગને ગયા વર્ષ કરતાં આ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૧ માં વધુ નુકશાન થઈ શકે છે ગયા વર્ષે કોરોના લોકડાઉનનાં કારણે ૯ મહિના સુધી સિનેમા હોલ બંધ રખાયા હતા. ગયા વર્ષે સિનેમા હોલ બંધ હોવાથી ઘણા નિર્માતાઓ અસ્તિત્વ ટકાવવા તેમની ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રજુ કરવા તૈયાર થયા હતા. આ સિલસિલો અમિતાભ બચ્ચનની ફીલ્મ ગુલાબો સિતાબોથી શરૂ થયો હતો. વર્ષ ૨૦૨૦ માં ૫૦ થી વધુ ફિલ્મો સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ થઈ હતી. આ ફિલ્મોએ સિનેમા હોલની આવક ગુમાવી હતી.

વધુમાં, ગત વર્ષે ઢગલાબંધ ઓટીટી પ્લેટફોર્મ સર્વીસીઝે ફીલ્મોનાં પ્રસારણના હકક ખરીદવા મોટી રકમ ચુકવી હતી. જોકે મોટા બજેટની ફીલ્મો સડક-૨, લક્ષ્મી, કુલી નં.૧ ને સારો રિસ્પોન્સ મળ્યો નહોતો.

Related posts

બ્રિટનથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્‌સ ૩૧ ડિસેમ્બર સુધી સ્થગિત

Charotar Sandesh

શાહરૂખની દીકરી સુહાનાએ ઇન્સ્ટા પર શેર કરી હૉટ તસવીર, કાયલ થયા ફેન્સ…

Charotar Sandesh

રેપો રેટ યથાવત્‌ : જીડીપી અનુમાન ઘટાડી ૯.૫ ટકા રખાયું…

Charotar Sandesh