Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોનાના કારણે ભારતીય ટીમના ૨૦૨૦-૨૧ના ક્રિકેટ શિડ્યુલમાં ફેરફાર થવાની સંભાવના

નવી દિલ્હી : માર્ચ મહિનામાં કોરોના વાયરસના કેસો સામે આવતા ભારતની સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી વન-ડે સીરિઝ પર પાણી ફરી વળ્યું હતું. જોકે આ બાદ આઈપીએલની ૧૩મી સીઝનનું પ્લાનિંગ પણ બંધ કરવું પડ્યું. સતત વધી રહેલા કોરોનાના કારણે ભારતીય ટીમની આગામી વર્ષની આઈપીએલ સીઝન સુધી ઘરઆંગણે કે વિદેશમાં રમાતી તમામ સીરિઝમાં ફેરફાર થઈ શકે છે. બીસીસીઆઈ પહેલા જુલાઈના મધ્યમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ક્રિકેટરો માટે નેશનલ કેમ્પનું આયોજન કરવાનું હતું, જોકે લોકડાઉન વધતા અને ફ્લાઈટ ટ્રાવેલ તથા હોસ્પિટાલિટીની ચિંતા વચ્ચે બીસીસીઆઈને તેનો પ્લાન પાછફ્ર કરવો પડ્યો. બોર્ડના પ્લાન વિશે જાણકાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, ધ્યાન રાખો કે, બીસીસીઆઈ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી વિના કશું ન કરી શકે. હવે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બેંગલોરમાં જ્યાં નેશનલ ક્રિકેટ એકેડમી આવી છે, ત્યાં સ્થિતિ સુધરે તેવી આશા કરાઈ રહી છે. આ ઉપરાંત પ્લાન બી તરીકે હિમાચલના ધર્મશાફ્રામાં કેમ્પ લગાવી શકાય છે.
ટ્રાવેલ અને સામાન પહોંચાડવાની સમસ્યા વચ્ચે આ પ્લાનને પણ હોલ્ડ પર રાખવામાં આવ્યો છે. સૂત્રએ જણાવ્યું કે, અન્ય એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે કે જો આઈપીએલ યોજાય છે તો ખેલાડીઓએ ટૂર્નામેન્ટના ૨૧ દિવસ પહેલા ફ્રેન્ચાઈઝીને રિપોર્ટ કરવાનું રહેશે. એવામાં સેન્ટ્રલ કેમ્પ માત્ર ઔપચારિકતા બની જાય છે. બીસીસીઆઈ માટે કેમ્પને આગફ્ર ખસેડવો તે જ માત્ર એક ચિંતા નથી. બોર્ડને મોટી આવક કરવતી આઈપીએલ આ વર્ષે યોજાવાની છે જેમાં સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય. માત્ર ટીવી ઓડિયન્સ માટે યોજાનારી આ ટૂર્નામેન્ટથી ભારતની ઓસ્ટ્રેલિયા ટૂરને પણ અસર થશે. સૂત્ર મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલા હાલના શિડ્યૂલમાં ૩ ડિસેમ્બરથી ભારત સાથે પહેલી ટેસ્ટ શરૂ થવાની છે. ટેસ્ટ પહેલા ત્રણ ટી-૨૦ મેચોની એક સીરિઝ પણ રમાવાની છે. ટેસ્ટ બાદ ત્રણ વન-ડે મેચોની સીરિઝ છે. હવે ટી-૨૦ કે વન-ડે સીરિઝમાંથી કોઈ એકને કેન્સલ કરવી પડશે.
ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડકપને જોતા આ ટી-૨૦ સીરિઝનું આયોજન કરાયું હતું, પરંતુ હવે વર્લ્ડકપનું આયોજન નથી થઈ રહ્યું, એવામાં ટી-૨૦ સીરિઝ રદ થવાની સંભાવના છે. ઉપરાંત ટેસ્ટ સીરિઝને પણ એક અઠવાડિયું પાછફ્ર ખસેડી શકાય છે. આ સાથે જ ભારત ટેસ્ટ સીરિઝ પહેલા ત્યાં બે વોર્મ અપ મેચો પણ રમશે. આથી સીરિઝની શરૂઆત ૧૦ ડિસેમ્બર આજુબાજુમાં થઈ શકે. સૂત્રો મુજબ, બીસીસીઆઈના પ્રેસિડેન્ટ ક્વોરન્ટાઈન સમયને ટૂંકો કરવા વિશે વાત કરી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે ખેલાડીઓના ઓસ્ટ્રેલિયા માટે જતા પહેલા બે કોરોના ટેસ્ટ કરાશે અને ત્યાં લેન્ડ થયા બાદ બે ટેસ્ટ કરાશે. જો તમામ નેગેટિવ હશે તો ફરજિયાત બે અઠવાડિયાના ક્વોરનટાઈનની જરૂર નહીં રહે.

Related posts

મહેન્દ્રસિંહ ધોની આજે મોટો નિર્ણય લેશે ! બપોરે ર વાગ્યે ફેસબુક લાઈવ આવશે

Charotar Sandesh

આઇપીએલ પહેલાં પોન્ટિંગે પંત,અશ્વિન અને અક્ષરને લઇ ખાસ સંદેશ પાઠવ્યો…

Charotar Sandesh

કે એલ રાહુલની ઓરેન્જ કેપને શિખર ધવને કરી ચેલેન્જ, ૪ મેચમાં ફટકાર્યા ૩૩૩ રન…

Charotar Sandesh