Charotar Sandesh
ઈન્ડિયા

કોરોનાના કુલ કેસ ૯૬,૦૦,૦૦૦ને પાર : મૃત્યુઆંક ૧.૩૯ લાખે પહોંચ્યો…

દેશમાં અત્યાર સુધી ૧૪ કરોડથી વધુ કોરોના ટેસ્ટ કરાયા…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાની સ્થિતિમાં ધીરે-ધીરે સુધાર થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૬ હજાર નવા કેસ સામે આવ્યા છે. આમ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯૬ લાખને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬,૬૫૨ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૫૧૨ લોકોના મૃત્યુ થયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં અત્યાર સુધી કોરોનાના ૯૬ લાખ ૮ હજાર ૨૧૧ કેસ સામે આવી ચુક્યા છે. દેશમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં અત્યાર સુધી કોરોનાને ૯૦ લાખ ૫૮ હજાર ૮૨૨ લોકો માત આપી ચુક્યા છે. દેશમાં કોરોના કેસની સક્રિયતામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના હાલ ૪ લાખ ૯ હજાર ૬૮૯ એક્ટિવ કેસ છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધી ૧ લાખ ૩૯ હજાર ૭૦૦ લોકોના મૃત્યુ થયા છે.
દેશમાં કોરોનાના રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાથી ૪૨,૫૩૩ લોકો સાજા થયા છે. તેનાથી રિકવરી રેટ ૯૪.૨૮ ટકા થઈ ગયો છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટી રહ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૬૩૯૩ એક્ટિવ કેસ ઓછા થયા છે. તેનાથી એક્ટિવ કેસનો દર ૪.૨૬ ટકા થઈ ગયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૪૫ ટકા છે.
દેશમાં કોરોનાની તપાસનો આંકડો પણ વધ્યો છે. દેશમાં અત્યાર સુધી ૧૪ કરોડથી વધુ સેમ્પલોની તપાસ થઈ ચુકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી જારી આંકડા પ્રમાણે દેશમાં શુક્રવાર (૪ ડિસેમ્બર) સુધી ૧૪,૫૮,૮૫,૫૧૨ સેમ્પલોની તપાસ થઈ ચુકી છે, જેમાંથી ૧૧,૫૭,૭૬૩ ટેસ્ટ કાલે થયા છે.

Related posts

આપણા 15 જવાન શહીદ થયા છે તો બદલામાં 100 નક્સલી અને 100 આતંકી ઠાર કરાશેઃ CM યોગી

Charotar Sandesh

સરકાર અહંકાર છોડીને ખેડૂતોને ન્યાય આપે : રાહુલ ગાંધી

Charotar Sandesh

વાદળ ફાટવાના કારણે રોકવામાં આવેલી અમરનાથ યાત્રા ફરીથી શરૂ થઈ : યાત્રીઓનો નવો જત્થો રવાના

Charotar Sandesh