ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૮ એપ્રિલે એકવાર ફરી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. રવિવારે પીએમ મોદીએ એક હાઈ લેવલ બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના સાથે જોડાયેલા મુદ્દા અને રસીકરણ પર ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં કબિનેટ સચિવ, પીએમ મોદીના મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય સચિવ અને ડોક્ટર વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.