દિલ્હીમાં કર્ફ્યૂ આજ રાતથી આગામી સોમવાર એટલે કે ૨૬ એપ્રિલ સુધી રહેશે…
ન્યુ દિલ્હી : દિલ્હીમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે સીએમ કેજરીવાલ સરકારે મોટું પગલું ભર્યું છે. દિલ્હીમાં એક અઠવાડિયાના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યૂ આજ રાતથી આગામી સોમવાર એટલે કે ૨૬ એપ્રિલ સુધી રહેશે.
કોરોનાની ચેન તોડવા માટે દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે. સોમવારે સવારે સીએમ અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બેઝલની બેઠક થઇ હતી, જે બાદ સરકારે દિલ્હીમાં એક અઠવાડિયાના કર્ફ્યૂની જાહેરાત કરી. દિલ્હીમાં લગાવવામાં આવેલા એક અઠવાડિયાના કર્ફ્યૂ દરમિયાન મોલ, સ્પા, જિમ, ઓડિટોરિયમ વગેરે સંપૂર્ણ બંધ રહેશે. પરંતુ સિનેમા હોલ ૩૦ ટકા ક્ષમતા સાથે ચાલી શકશે. સાથે જ દરેક જોનમાં એક દિવસમાં માત્ર એક વીકલી માર્કેટને પરવાનગી અપાશે. માર્કેટમાં ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન પણ આ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી.