Charotar Sandesh
ગુજરાત

કોરોનાને કારણે રક્ષાબંધન પૂર્વે દર વર્ષ કરતા આ વર્ષે ફક્ત ૨૦% ખરીદી..

અમદાવાદ : દેશમાં વેપારીઓનું સર્વોચ્ચ સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડ (કેટ) આ વર્ષે દેશભરમાં રક્ષાબંધન ઉત્સવને હિન્દુસ્તાની રાશિ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. કેટનો દાવો છે કે તેનાથી ચીનને ૪ હજાર કરોડ રૂપિયાનું નુકસાન જશે તો બીજી તરફ અમદાવાદના ટંકશાળ હોલસેલ માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓ પણ કહી રહ્યા છે કે આ વર્ષે ખરીદી માત્ર ૨૦ ટકા જેટલી રહી છે. એટલે કે હોલસેલ માર્કેટમાં પણ રિટેલ માર્કેટ જેવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વેપારીઓ પણ આ વર્ષે નફાની આશા છોડીને બેઠા છે જેટલો માલ બનાવ્યો છે તેટલું વેચાય તો પણ ઘણું છે. કારણ કે આ વર્ષે અમદાવાદ બહારના કોઇ ગ્રાહક ખરીદી માટે આવતા નથી તો બીજી તરફ આવી પરિસ્થિતિ આવશે તેવુ વિચાર્યું પણ ન હોય તેવા વેપારીઓએ રાખડીનો સંગ્રહ કરી રાખ્યો છે. લોકડાઉનમાં તો વેપારીઓની કમર તૂટી જ હતી, પરંતુ અનલોક બાદ પણ જોઈએ એટલાં ગ્રાહક ન આવતા વેપારીઓ દુઃખની લાગણી સેવી રહ્યાં છે.

Related posts

શિક્ષણ બોર્ડનો મહત્વપૂર્ણ નિર્ણય : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓની માર્કશીટ સ્પીડ પોસ્ટથી ઘરે મોકલાશે…

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૪ તાલુકામાં વરસાદઃ સૌથી વધુ ભાભરમાં ત્રણ ઇંચ…

Charotar Sandesh

પાટીદાર યુવાનો દુનિયામાં પોતાની છાપ છોડે તે માટે સંમેલન, 13 હજાર ભાગ લેશે

Charotar Sandesh