Charotar Sandesh
મધ્ય ગુજરાત

કોરોનાને કારણે વડોદરાના નવરાત્રી બજારોને ૧૦૦ કરોડનો ફટકો…

વડોદરા : નવરાત્રીમાં આ વર્ષે ચણીયાચોળી સહિતની ચીજવસ્તુઓ વેચનાર વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ફક્ત વડોદરાના નવરાત્રી બજારોને જ ૧૦૦ કરોડનો ફટકો પડ્યો છે..આજ હાલત ઓનલાઇનના વ્યવસાયની પણ થઇ છે. સંસ્કારી નગરી વડોદરા ગરબાની રાજધાની કહેવાય છે..નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ આ નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવરાત્રીના આયોજન રદ્દ થતા વડોદરાના નવરાત્રી બજારના વેપારીઓને રિટેલ વેચાણમાં ૮૦ કરોડનો ફટકો પડ્યો છે. વેપારીઓએ નવરાત્રી થશે તેવી આશાએ જાન્યુઆરી માસથી જ કરોડોનું રોકાણ કર્યુ હતુ..પરંતુ હવે ચણીયા ચોળી સહિતની ચીજવસ્તુઓનું વેચાણ ન થતા વેપારીઓને માથે આભ તૂટી પડ્યું છે. ત્યારે બીજી તરફ કેટલાક ખેલૈયાઓએ પણ ખરીદી કરી રાખી હતી.. પણ હવે ગરબા જ થવાના નથી..તો ચણીયાચોળીનું શું કરવું તે સવાલ ઉભો થયો છે.ચણીયા ચોળીમાં ક્રિએટિવિટી સાથે સર્જન કરતા ડિઝાઈનરને પણ આ વખતે ભારે નુકસાન થયું છે. જેનું દુઃખ પણ ડિઝાઇનરોમાં જોવા મળે છે.

Related posts

ગુજરાતમાં વરસાદી માહોલ : ૫૨ તાલુકાઓમાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગ : સાર્વત્રિક વરસાદ

Charotar Sandesh

પાદરા તાલુકાના કરખડી ગામમાં પીએચસી ખાતેથી કોરોનાને લગતી દવાઓની કિટોનું વિતરણ કરાયું…

Charotar Sandesh

વડોદરા : જીવન જરૂરિયાતની ચીજો માટે ફાંફા, દૂધ-શાકભાજીની અછત…

Charotar Sandesh