Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

કોરોનાનો કાળો કેર : સેન્સેક્સમાં ૨૭૦૦ અંકનું ગાબડુ…

સતત વેચવાલીના અને વાયરસની વૈશ્વિક અસરને કારણે શેરબજારમાં કડાકો…

મુંબઇ : ભારતના શેરબજારમાં કોરોનાની અસરને કારણે કડાકા ભડાકાનો દૌર ઓછો થતો ન હોય તેમ પાછલા કેટલાક દિવસોની જેમ આજે પણ કામકાજના સપ્તાહના પહેલાં જ દિવસે જ સોમવારે કામકાજ શરૂ થતાં જ સેન્સેક્સ અને નિફ્ટી એમ બન્નેમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.સેન્સેક્સ લગભગ ૧૦૦૦ પોઇન્ટના ઉછાળા સાથે ૩૩,૧૦૩.૨૪ પર ખુલ્યો તો એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ અંદાજે ૫૦૦ના ઘટાડા સાથે ૯,૫૮૭.૮૦ પર ખુલ્યો હતો. જેમાં ત્યારબાદ વધારો થયો હતો. જો કે, બપોરે કારોબારના અંતે સેન્સેક્સમાં ૨૭૨૬ અંકનો ઘટાડો ઘટીને ૩૧,૩૭૪.૪૮ પર બંધ રહ્યો હતો. નિફ્ટી વિશે વાત કરવામાં આવે તો તે ૭૬૧.૦૫ પોઇન્ટ ઘટીને ૯૧૯૭.૨૦ પોઇન્ટ પર હતો. પણ તે ૧૦ હજારની સપાટી સસુધી પહોંચી શક્યુ નહોતું. આજે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૭.૫૦ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું.

બજારમાં આજે આવેલા ભારે ઘટાડાના ચાર મુખ્ય કારણોમાં અમેરિકાના બજારોની તેજી અને ફેડરલ બેન્કે વ્યાજ દરમાં કરેલો ઘટાડો સેન્સેક્સને તેજી અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. કોરોનાવાઈરસનું સંક્રમણ વધવાના ખતરાથી ભારતીય બજારોમાં જબરજસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે યસ બેન્કના શેરમાં ૫૦ ટકા ઉછાળો જોવા મળ્યો છે.
યુએસ ફેડરલે વ્યાજ દરમાં ઘટાડો કરીને તેને શુન્યની નજીક લાવી દીધો છે. કોરોનાવાઈરસ ફેલાવવાને કારણે બિઝનેસ અને ટ્રાવેલ ઠપ થઈ રહ્યાં છે. તેની સામે લડવા માટે ફેડે આ પગલા ભર્યા છે. આ પગલા બાદ બોન્ડ બજારમાં ખરીદી વધી ગઈ છે. ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

દેશમાં કોરોનાવાઈરસનું સંક્રમણ વધવાના સમાચોરાના પગલે રોકાણકારોમાં ડર છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાવાઈરસના મામલાઓની સંખ્યા વધી છે. ઈટલી અને ઈરાનથી પણ ૪૫૦ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. ચીન બાદ આ બંને દેશો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.

વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસેલે કહ્યું છે કે વિશ્વભરમાં કોરોનાનો ભય સતત વધી રહ્યો હોવાના પગલે ભારતીય કંપનીઓની સામે ક્રેડિટનું દબાણ વધી ગયું છે. એજન્સીએ કહ્યું છે કે એરલાઈન્સ, હોટલ, મોલ્સ, મલ્ટીપ્લેક્સ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રી પર સૌથી વધુ અસર પડશે.

વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ઘરેલું બજારોમાંથી પૈસા કાઢી લેતા બજાર પર દબાણ છે. માર્ચમાં અત્યાર સુધીમાં રોકાણકારો ૩૫,૦૦૦ કરોડ રૂપિયા કાઢી ચૂક્યા છે. કોરોનાવાઈરસ ફેલાવવાને કારણે રોકાણકારોમાં ડર છે.
યસ બેંકમાં આશ્ચર્યજનક તેજી યસ બેન્કે ધારણા કરતા વધારે મોટી ખોટ કરી છે. ધારણા કરતા વધારે નબળી લોનનું પ્રમાણ જાહેર કર્યું છે. વર્તમાન શેરહોલ્ડર ઉપર ત્રણ વર્ષનું લોક ઇન હોવા છતાં આજે એકદમ નબળી બજારમાં શેરનો ભાવ ૩૨.૨૯ ટકા કે રૂ.૮.૨૫ વધી રૂ.૩૫.૮૦ ચાલી રહ્યો છે

બપોરે ૨ઃ૦૫ વાગે સેન્સેક્સે ૨૨૩૯ પોઇન્ટના કડાકા સાથે ૩૨,૦૦૦ની સપાટી ગુમાવી તો નિફ્ટીમાં પણ ૬૨૭ પોઇન્ટના ઘટાડા સાથે ૯૩૩૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. જીમ્ૈં કાર્ડ શેર ૭ ટકા તૂટીને ૭૦૨ પર ટ્રેડ કરી રહ્યો હતો અને બજાર અફવાઓને પગલે ઇમ્ન્ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં ૨૦-૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. લંડન શેરબજાર ૭.૬૦ ટકા અને પેરિસનું બજાર ૫.૬૬ ટકા ડાઉન થયું હતું. જ્યારે બપોરે ૧ઃ૦૦ વાગે સેન્સેક્સ ૧૮૦૦ પોઇન્ટના ઘટાડા સાથે ૩૨૨૪૮ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી ૫૧૪ પોઇન્ટના ઘટાડા સાથે ૯૪૪૪ પર ટ્રેડ કરી રહ્યો હતો. એશિયન શેરબજારોમાં વેચવાલી યથાવત બેન્ક નિફ્ટી ૧૫૦૦ પોઇન્ટ ડાઉન થયો હતો.

ન્યૂઝીલેન્ડની સેન્ટ્રલ બેન્કે પણ વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. આ પહેલાં શુક્રવારે સમગ્ર દુનિયાના બજારમાં તેજી જોવા મળી હતી. અમેરિકન બજારોમાં ડાઉ જોન્સ ૧૯૮૫ પોઈન્ટ વધીને ૨૩,૧૮૫.૬૦ની સપાટીએ બંધ થયો હતો. આ જ રીતે નેસ્ડેક કંપોઝિટ ૬૭૩ પોઈન્ટ અને એસએન્ડપી ૨૩૦ પોઈન્ટ વધીને બંધ થયા હતા. એસએન્ડપીમાં ૯.૨૯ ટકાની તેજી જોવા મળી હતી.

સૂત્રોએ કહ્યું કે, શેરબજારમાં શુક્રવારે ખૂબ વધ-ઘટનું માહોલ જોવા મળ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સ ખુલતા જ ૨,૫૩૪ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. ઓપનિંગની ૧૨ મિનિટમાં જ લોઅર સર્કિટ વાગવાના કારણે ટ્રેડિંગ રોકવું પડ્યું હતું. ફરી વખત ટ્રેડિંગ શરૂ થતાં સેન્સેકસ ૩૬૦૦ પોઈન્ટ સુધી ઘટ્યો હતો. ત્યારપછી યુએસ ફ્યુચર્સ અને સેબીના આશ્વાસન પછી બજારમાં રિકવરી શરૂ થઈ હતી. આટલા મોટા ઘટાડા પછી સેન્સેક્સમાં ૧૭૦૦ પોઈન્ટની તેજી જોવા મળી હતી. આ સેન્સેક્સના ઈતિહાસમાં સૌથી મોટી ઈન્ટ્રાડે રિકવરી છે. શુક્રવારે આખા દિવસના વેપારમાં કુલ ૫૪૦૦ પોઈન્ટનો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. આ પણ એક દિવસમાં બજારની સૌથી મોટી વધ-ઘટ માનવામાં આવે છે. વેપારના અંતમાં સેન્સેક્સ ૧૩૨૫ પોઈન્ટ વધીને ૩૪,૧૦૩ પોઈન્ટની સપાટીએ બંધ થયો હતો.

Related posts

BJP નેતાએ અધિકારીને આપી ધમકી, કહ્યું- તું મારા હિટલિસ્ટમાં છે, વીડિયો વાયરલ

Charotar Sandesh

નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ દેશમાં મુંબઇ જેવો હુમલો કરવા ઘૂસ્યા હતા…

Charotar Sandesh

કોંગ્રેસ નાગરિકતા બિલ પર જુઠ્ઠું બોલી પૂર્વોત્તરમાં આગ લગાવી રહ્યું છે : મોદી

Charotar Sandesh