Charotar Sandesh
ઈન્ડિયા

‘કોરોના અનલોક’ : કેસો મામલે ભારત ઇટાલીથી આગળ : એક અઠવાડિયામાં અધધધ….૬૧ હજાર કેસો…

કોરોના કેસો પીક પર કે ખતરનાક ત્રીજો તબક્કો શરૂ થયો…?

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૮૭ નવા પોઝિટિવ કેસ અને અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડબ્રેક ૨૯૪ લોકોના મોતઃ કુલ સંક્રમિતોનો આંકડો ૨,૩૬,૬૫૭ જ્યારે કુલ મૃત્યુઆંક ૬૬૪૨ને પાર, રિકવરી રેટ ૪૮.૨૦ ટકા સુધી પહોંચ્યોઃ એક અઠવાડિયામાં અધધધ….૬૧ હજાર કેસોનો ઉમેરો…

સતત પાંચમા દિવસે પણ કેસો ૯ હજારથી વધુ,એક્સપર્ટે ફરી લોકડાઉન લગાવવાની આશંકા વ્યક્ત કરી…

ન્યુ દિલ્હી : ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કેસો તેની શિખરે(પીક) પહોંચી રહ્યાં હોય અથવા તો સંક્રમણનો ખતરનાક સંભવિત ત્રીજો તબક્કો ચાલી રહ્યો હોય તેમ આજે શનિવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકના સમયગાળામાં દેશમાં સતત ૪થા દિવસે ૯ હજાર કરતાં વધારે કેસો બહાર આવ્યાં છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૯,૮૮૭ કેસો બહાર આવ્યાં અને આ જ સમયગાળામાં વધુ ૨૯૪ દર્દીઓના મોત થયા છે. નિષ્ણાતો એવો ભય વ્યક્ત કરે છે કે જો આ જ પ્રમાણે કેસો વધ્યા કરશે તો સંક્રમણને રોકવા કદાજ ફરીથી લોકડાઉન અંગે સરકાર વિચારે તો નવાઇ નહીં. અલબત્ત ૪-૪ લોકડાઉન બાદ હાલમાં અનલોક-૧ ચાલી રહ્યો છે તેથી ફરીથી લોકડાઉનની કોઇ શક્યતા જણાતી નથી. તેમ છતાં જનહિતમાં સરકાર કોઇપણ નિર્ણય લઇ શકે છે. આંકડાઓ પર નજર નાખીએ તો ભારતમાં એક જ અઠવાડિયામાં કોરોનાના ૬૧ હજાર કેસ વધ્યા છે. કેસોની સંખ્યામાં ભારત હવે ઇટાલી કરતાં પણ આગળ નિકળી ગયું છે. જો કે મૃત્યુઆંકમાં ભારત ઇટાલીથી ખૂબ જ પાછળ છે. જોકે, ઇટાલીમાં ૩૩,૭૭૪ દર્દીઓનાં મોત થઇ ચૂકયા છે જ્યારે ભારતમાં આ આંકડો ૬૬૪૯ છે.
કોરોનાને હરાવવા બે મહિનાના કડક લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટના પગલે કોરોનાનો કેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. અને હજુ તો ૮ જૂનથી મોલ-ધાર્મિક સ્થાનો વગેરે. ખુલી રહ્યાં છે. ત્યારે તે વખતે કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, શનિવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૨,૩૬,૬૫૭ સુધી પહોંચી ગયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૯૮૮૭ નવા કેસ સાથે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે.
એકતરફ કેસો વધી રહ્યાં છે તો બીજી તરફ રિકવરી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૨૦ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૧૧ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧,૧૪૦,૭૩ સુધી પહોંચી ગયો છે.
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૪ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૬૪૨ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનીવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૧૧૫૯૪૦ કેસ સક્રિય છે.
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૮૭ કેસ સામે આવ્યા હતા.સાથે જ ૨૯૪ લોકોના મોત થયા છે. આ દરમિયાન દેશમાં સંક્રમિતોની સંખ્યા ૨ લાખ ૩૬ હજાર ૬૫૭ થઈ ગઈ છે. જેમાં ૧ લાખ ૧૫ હજાર ૯૪૨ એક્ટિવ કેસ છે. એક લાખ ૧૪ હજાર ૦૭૩ સાજા થઈ ચુક્યા છે. સાથે જ ૬૬૪૨ લોકોના મોત થયા છે.
દેશમાં જે કેસો વધી રહ્યાં છે તેમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૦૨૨૯ કેસ નોંધાયા છે જ્યારે ૨૮૪૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૮૬૯૪ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૨૩૨ લોકોના મોત થયા છે. તો રાજધાની દિલ્હીમાં ૨૬૩૩૪ કેસ નોંધાયા છે અને ૭૦૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૧૯,૧૧૯ લોકો કોરોના સંક્રમણમાં આવ્યા છે અને અત્યારસુધીમાં ૧,૧૯૦ લોકોના મોત થયા છે. તામીલનાડુમાં ૨૮૬૯૪ કેસ અને ૨૩૨ના મોત થયા છે. દિલ્હીમાં ૨૬૩૩૪ કેસ અને ૭૦૮ લોકોના મોત થયા છે.

Related posts

ચારા કૌભાંડ કેસમાં બિહાર પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદને ૩૨ વર્ષની સજા ૧.૬૫ કરોડનો દંડ ફટકાર્યો

Charotar Sandesh

પેગાસસ જાસૂસી મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ : સોફ્ટવેર ખરીદી પર રોકની માંગ

Charotar Sandesh

આનંદીબહેન પટેલની બદલી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં…

Charotar Sandesh