૧૩ અમદાવાદમાં, સુરતમાં ૫, બનાસકાંઠામાં ૨ અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે…
આણંદ : આણંદ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો હતો, ત્યારે આણંદ જિલ્લામાં કોરોનાની કુલ સંખ્યા ૯ થવા પામી છે. ખંભાતમાં વધુ એક કેસ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જ થોડા દિવસ અગાઉ સુરતથી આવેલ વ્યક્તિનો પોઝીટીવ આવતાં ચકચાર મચી છે.
રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યના ૨૦ જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં નવા ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૧૩ અમદાવાદમાં, સુરતમાં ૫, બનાસકાંઠામાં ૨ અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૫૩૮ પોઝિટિવ કેસ થયા છે. બે દર્દીના મોત થતાં કુલ મૃત્યાંક ૨૬ થયો છે. જ્યારે ૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૬૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૫ પોઝિટિવ, ૧૯૪૫ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૨૭૩ ટેસ્ટ પેન્ડિંગ છે.
આજથી માસ્ક ફરજિયાત…
આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો ૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.