Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના ઇફેકટ : ભારત સહિત વિશ્વની એરલાઇન્સ મે માસ સુધીમાં દેવાળીયાની સ્થિતિમાં…

વૈશ્ચિક એરલાઇન્સ નિષ્ણાંતોની ચેતવણી : કોરોના વાયરસની ઘાતક અસર ઉડ્ડયન પર પડી છે…

નવી દિલ્હી : કોરોના વાયરસના આંતરરાષ્ટ્રીય ફેલાવાના કારણે ભારત સહિતના દેશોએ મુસાફરોના આવાગમન પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આંતરીક ઉડાનમાં પણ મોટો ઘટાડો થયો છે. તે સમયે ભારત સહિતની એરલાયનો ભારે મુશ્કેલીમાંથી પસાર થઇ રહી છે અને ભારતીય એરલાઇન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો આ સ્થિતિ યથાવત રહી તો આગામી ત્રણ માસમાં દેશની તમામ એરલાઇન્સ દેવાડીયા જાહેર થઇ જશે.

કોરોના વાયરસને કારણે એરલાઇન્સોનો ધંધો લગભગ ભાંગી પડયો છે અને ભારતમાં પણ આંતરીક રીતે ઉડાન ઘટી છે. ફકત ભારત જ નહી વિશ્વની તમામ એરલાઇન્સ મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. મોટા ભાગની એરલાઇન્સોના વિમાનોને ગ્રાઉન્ડેડ કરવા પડે તેવી સ્થિતિ છે. તેઓ પાસે રોકડની સ્થિતિ બગડી રહી છે અને નવા બુકીંગ થતાં નથી. ભારતમાં ઇન્ડીગો જે 260 વિમાનોનો કાફલો ધરાવે છે તેના બુકીંગમાં રોજ 15 થી 20 ટકાનો ઘટાડો થઇ રહ્યો છે.

Related posts

આજે ISRO ફરી રચશે ઈતિહાસ, CARTOSAT-3 લૉન્ચ માટે તૈયાર…

Charotar Sandesh

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ નહિ બને તો ગેહલોત પર કળશ ઢોળાય તેવી શક્યતા..

Charotar Sandesh

માત્ર દંડ વધારવાથી માર્ગ અકસ્માતો ઓછા નહિ થાય, માર્ગોની ડિઝાઇનના સુધારા જરૂરી…

Charotar Sandesh