અમદાવાદ : જ્યાં જુઓ ત્યાં કોરોના વાયરસનો ભય વ્યાપેલો છે. ત્યારે ભારતીય રેલ્વેએ પણ મહત્વનો નિર્ણય કર્યો છે. રેલવેમાં મુસાફરી દરમિયાન પ્રવાસીઓને ટુવાલ આપવામાં આવે છે તે હવે ડિસપોઝલ ટુવાલ આપવામાં આવશે. અત્યારે ટુવાલ આપવામાં આવે છે તે રિયુઝ કરીને વાપરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસનાં કારણે રેલવેએ ડિસપોઝલ ટુવાલ આપવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ચેપ ફેલાય નહિ. કોરોના ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ દ્વારા પણ આ વાયરસ ફેલાય છે.
પરંપરાગત આપતા ટુવાલ નેપકીન યોગ્ય રીતે ધોવાય ન હોય. ત્યારે ડિસપોઝલ ટુવાલ અને નેપકીન ચેપથી રક્ષણ આપશે. ટુવાલ ૧૦૦% ઇકો ફ્રેન્ડલી છે. ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને રેલવેમાં પ્રવાસીઓની ભીડ અને કોરોના વાયરસનાં ચેપને ધ્યાને રાખીને રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ટ્રેનોમાં સાફસફાઇ રખાશેમહત્વ પૂર્ણ છે કે, કોરોના કહેર વચ્ચે લોકોનાં સ્વાસ્થ્યની સુરક્ષા મહત્વની બની ગઈ છે. ત્યારે અમદાવાદ સ્ટેશન પર સાવચેતી રાખવામાં આવી રહી છે. અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી દરેક ટ્રેનોના તમામ ફીટીંગ્સની સફાઇ અને જે મુસાફરોના જ્યારે ટ્રેનમાં ચઢતી વખતે દરવાજા ના હેન્ડલર્સ નો સહારો લેતા હોય છે તે હેન્ડલ ની સાફસફાઈ, સીડી, નાસ્તાના ટેબલ તમામ જગ્યા પર સાફ સફાઈ કરવામાં આવી રહી છે.