Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના કારણે આગામી ૫-૬ મહિના સુધી ક્રિકેટ અને અન્ય રમત શક્ય નથીઃ કપિલ દેવ

નવી દિલ્હી : સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર કપિલ દેવે કહ્યું કોરોના વાયરસના કારણે આગામી ૫-૬ મહિના સુધી ક્રિકેટ અને અન્ય રમત શરૂ થાય તેવી શક્યતાઓ નથી. આપણે જાવું પડશે કે ડાક્ટર્સ અને વૈજ્ઞાનિકો ક્્યા સુધીમાં આ બીમારીની સારવાર શોઘી શકે છે. કોરોના વાયરસના કારણે રમતોને ખૂબ નુકશાન પહોંચ્યું છે પરંતુ એ પણ જરૂરી છે કે લોકોના જીવ બચાવવા પર વધારે ધ્યાન આપવામાં આવે. રમતોને તેના જૂના સ્વરૂપમાં જાવા માટે હાલ આપણે થોડી રાહ જાવી પડશે.

કપિલ દેવે કહ્યું કોરોના વાયરસ બાદ જ્યારે સ્થતિ નોર્મલ થશે તો મને લાગે છે કે લોકો વધુ ઉત્સાહ સાથે રમતને જાશે. ટેલીવિઝનની ટીઆરપી વધી રહી છે અને તેનો ફાયદો ક્રિકેટ સહિત તમામ રમતને મળશે. ખેલાડીઓને પણ પોતાની લયમાં પરત ફરવામાં વધારે સમય નહી લાગે. આઇસીસીના તાજા રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમ પ્રથમ નંબરનુ સ્થાન ગુમાવી દીધુ છે, અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ નંબરનુ સ્થાન હાંસલ કર્યું છે. ૨૦૧૬ બાદ ભારત પહેલીવાર ટાપ પરથી નીચે ખસકી ગયુ છે.

Related posts

આઈપીએલ ૨૦૨૨માં બે નવી ટીમોની થશે એન્ટ્રી, કિંમત આવી સામે…

Charotar Sandesh

IPL2022 માં અમદાવાદ અને લખનૌ ટીમની એન્ટ્રી થશે : સત્તાવાર જાહેરાત કરાઈ

Charotar Sandesh

ઇરફાન પઠાણે કોહલી અંગે કર્યો ઘટસ્ફોટ, કહ્યું- જેમ્સ એન્ડરસનની બોલિંગ સામે કન્ફ્યુઝ થઈ જાય છે…

Charotar Sandesh