Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના કાળમાં બીસીસીઆઇએ ૧૧ કોચની કરી દીધી હકાલપટ્ટી…

દુબઈ : દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈ છે. આજ કારણ છે કે હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હોવા છતાં બીસીસીઆઈએ યુએઈમાં તેની પોતાની ટી ૨૦ લીગ IPL આયોજન કર્યુ છે. જો કે, ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, ખૂબ જ મજબૂત ગોઠવણ સાથે બાયો-સુરક્ષિત બબલ તૈયાર કરવામાં આવ્યુ છે. આ તમામ પાછળ બીસીસીઆઈ ખુબ ખર્ચ કરી રહી છે. બીસીસીઆઈ આઈપીએલ પાછળ કરોડોનું આંધણ કરી રહ્યુ છે તો બીજી બાજુ ભારતમાં સ્થાનિક રીતે ખર્ચ ઘટાડવાના મૂડમાં છે.

આ સંદર્ભે દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ એનસીએમાં ૧૧ કોચનો કરાર ન વધારવાનો નિર્ણય લીધો છે. એનસીએના કોચ પર બેરોજગારનો કોયડો વિંઝાયો. મીડિયા રિપોર્ટ અનુસાર કોરોના પછી પહેલીવાર બીસીસીઆઈએ કોસ્ટ કટીંગ તરફ એક મોટું પગલું ભર્યું છે. એનસીએના ૧૧ કોચનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી નાંખ્યો છે. આ યાદીમાં ભારતના પાંચ નિવૃત્ત ખેલાડીઓ રમેશ પવાર, એસ.એસ. દાસ,ઋષિકેશ કાનીતકર, સુબ્રતો બેનર્જી અને સુજિત સોમસુંદરનો સમાવેશ થાય છે. એનસીએના મુખ્ય કોચનું પદ સંભાળી ચૂકેલા રાહુલ દ્રવિડે ગત સપ્તાહે આ અંગે તમામને માહિતી આપી દીધી હતી. આ તમામ કોચ પાછળ બોર્ડને ૩૦-૫૫ લાખ રૂપિયા ખર્ચ થતો હતો.
કેટલાક કોચે જણાવ્યુ કે બીસીસીઆઈએ આ નિર્ણય અંગે પહેલા જાણકારી આપી ન હતી. બોર્ડે હજુ સુધી સત્ય કારણ પણ જણાવ્યુ નથી કે શા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો. આ કોચનું કહેવુ છે કે જો અમારો કોન્ટ્રાક્ટ રદ્દ કરવો હતો તો શા માટે અમને વેબિનારમાં ભાગ લેવાનું કહ્યુ. અમે તો આગળનો પ્લાન કરી રહ્યા હતા અમારી સાથે આવું કરશે ખબર જ નહતી અચાનક અમને કહેવામાં આવ્યુ કે તમારી હવે જરૂર નથી.

Related posts

ગાંગુલીએ જેવો મને સપોર્ટ કર્યો તેવો ધોની અને કોહલીએ ન કર્યો : યુવરાજસિંહ

Charotar Sandesh

આઇસીસી ટેસ્ટ રેન્કિંગ : કોહલી ૪ સ્થાને સરક્યો, વિલિયમ્સન પ્રથમ સ્થાને યથાવત્‌…

Charotar Sandesh

વર્લ્ડ કપ / પ્રથમ મેચ પહેલાં જ કેપ્ટન કોહલીને અંગૂઠામાં થઇ ઇજા, શંકર-જાધવના રમવા અંગે સસ્પેન્શ…

Charotar Sandesh