Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના કાળમાં યોગ જરૂરી, પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરો : વડાપ્રધાન મોદી

પ્રથમ વખત ડિજિટલ પ્લેટફોર્મ પર યોગ દિવસની ઉજવણી કરાઇ…

કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં પ્રાણાયમ મદદરૂપ,જો આપણી રોગપ્રતિકારકશક્તિ સારી છે તો તે આ મહામારીને હરાવવામાં મદદરૂપ થશે,યોગ કોઈ પંથ, રંગ, જાતિ, આસ્થા અને રાષ્ટ્ર વચ્ચે ભેદભાવ નથી કરતો જે આપણને એક કરે, ભેગા કરે,જે બે વ્યક્તિ વચ્ચેના અંતરે ઓછું કરે તે યોગ,આપણું કામ શિસ્તબદ્ધ રીતે કરવું એ પણ એક પ્રકારનો યોગ છે…

ન્યુ દિલ્હી : કોરના વાયરસ આપણા શરીરના શ્વસનતંત્ર પર સીધો પ્રહાર કરે છે અને પ્રાણાયમ અથવા શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયાથી આપણે તેને વધુ મજબૂત કરી શકીએ છે, તેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૨૧ જૂને છઠ્ઠા આંતરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. યોગ એકતાની તાકાત તરીકે ઊભરી આવ્યો છે અને તે કોઈ પણ પંથ, રંગ, જાતિ, આસ્થા અથવા રાષ્ટ્ર વચ્ચે ભેદભાવ નથી ધરાવતો અને યોગ તેનાથી પર છે. જે આપણને એક કરે, ભેગા કરે તે યોગ, જે બે વ્યક્તિ વચ્ચેના અંતરે ઓછું કરે તે યોગ, એમ પણ તેમણે કહ્યું હતું.
આજે ભારત સહિત વિશ્વમાં છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ હતી.. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પ્રકારે એકતાનો દિવસ છે. તે વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. કોરોનાના આ સંકટમાં વચ્ચે વિશ્વભરના લોકોમાં તેનો ઉત્સાહ છે. કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આજે આપણે સામાજિક કાર્યક્રમોથી દૂર રહીને ઘરે પરીવારના લોકો સાથે યોગ કરી રહ્યા છીએ. જ્યારે પરીવારમાં દરેક લોકો ભેગા થાય છે ત્યારે ઉર્જાનો સંયોગ થાય છે. તે ફેમિલી બોન્ડિંગને વધારવાનો દિવસ છે. કોરોના મહામારીના કારણે વિશ્વ યોગની જરૂરીયાતને પહેલાથી વધારે છે.
વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પ્રાણાયામને તમારા રૂટિન રોજિંદા જીવનમાં જરૂર સામેલ કરજો. અનુલોમ-વિલોમ સાથે બીજી પદ્ધતિઓને પણ શીખવાની કોશિશ કરજો. યોગની મદદથી લોકોને કોરોના બીમારીને હરાવવામાં મદદ મળી રહી છે. યોગથી આપણને તણાવ દૂર કરી શકીએ તે આત્મવિશ્વાસ પણ મળે છે.
આજે દેશની રાજધાની દિલ્હી સહિત દેશના દરેક રાજ્યોમાં અને સંઘ પ્રદેશોમાં પણ યોગના કાર્યક્રમો યોજાયા હતા. જો કે કોરોના સંક્રમણને કારણે પ્રતિવર્ષની જેમ જાહેર સ્થળોએ આ કાર્યક્રમો ટાળવામાં આવ્યાં હતા.
કોઈપણ યોગને અપનાવી શકે છે, એમ કહીને વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, યોગ તંદુરસ્ત સૃષ્ટિની ઈચ્છામાં વધારો કરે છે. તે એકતાની તાકાત બનીને ઊભર્યો છે અને માનવતાના સંબંધોને વધુ ગાઢ બનાવે છે. તે મતભેદ નથી કરતો. .પીએમે ઉમેર્યું કે, કોરોના વાયરસ મહામારીને પગલે દુનિયાભરમાં લોકોને યોગની ખૂબ જરૂરિયાત જણાય રહી છે અને તેના મહત્વને સમજી રહ્યા છે. જો આપણી રોગપ્રતિકારકશક્તિ સારી છે તો તે આ મહામારીને હરાવવામાં મદદરૂપ થશે. યોગના વિવિધ આસનો દ્વારા આપણે રોગપ્રતિકારકશક્તિમાં વધારો કરી શકીએ છે. યોગના આ આસનો વડે આપણે શરીરે આરોગ્યમય બનાવી શકીએ છીએ તેમજ તેનાથી મેટાબોલીઝમ પણ સારું રહે છે.
વડાપ્રધાને યોગ દિવસ પર લોકોને યોગને તેમના જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. યોગને દરેક લોકો અપનાવી શકે છે અને તેના માટે ફક્ત ખાલી જગ્યા અને સમય ફાળવવો પડે છે. યોગથી આપણને શારીરિક શક્તિ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પરંતુ માનસિક અને સંવેદશન સ્થિરતા પણ મળે છે. યોગની મદદથી આપણે વિશ્વાસપૂર્વક પડકારોનો સામનો કરી શકીએ છે.
વડાપ્રધાને સંસ્કૃતના ૩ શ્લોકથી યોગનું મહત્વ સમજાવ્યું. ગીતામાં ભગવાન કૃષ્ણએ યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે કે કર્મની કુશળતા જ યોગ છે.
-યોગનો અર્થ એ પણ છે- અનુકુળતા-પ્રતિકુળતા, સફળતા-નિષ્ફળતા, સુખ-દુઃખ દરેક પરિસ્થિતિમાં સમાન રહો, સ્થિતપ્રજ્ઞ રહેવાનું નામ જ યોગ છે. યોગ્ય આહાર, સાચી રીતે રમવું કૂદવું, સુવાની અને ઉઠવાની સારી આદત અને આપણું કામ સાચી રીતે કરવું જ યોગ છે.

Related posts

માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો,પ્રતિબંધ યથાવત્‌ રહેશ

Charotar Sandesh

દેશમાં કોરોનાના કુલ કેસ ૩.૬૬ લાખને પાર : કુલ ૧૨,૨૬૩ના મોત…

Charotar Sandesh

દેશમાં દૈનિક કોરોના કેસોમાં ઘટાડો,મોતનો ગ્રાફ ચિંતાજનક સ્તરે…

Charotar Sandesh