Charotar Sandesh
ગુજરાત

કોરોના કાળ વચ્ચે ૪ ઓગસ્ટથી રાજ્યની હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટ શરૂ કરાશે…

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે રાજ્યની તમામ કોર્ટ બંધ કરી દેવામાં આવી હતી. જે બાદ વકીલો દ્વારા સતત કોર્ટ ખોલવા માટે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. તેવામાં આજે ગુજરાતભરનાં વકીલો માટે સારા સમાચાર છે. ૪ ઓગસ્ટથી રાજ્યની હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટ શરૂ કરી દેવામાં આવશે. કોરોના મહામારીને કારણે અત્યાર સુધી કોર્ટની તમામ કાર્યવાહી ઓનલાઈન ચાલતી હતી.
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે કોર્ટ બંધ રહેતાં વકીલોની આર્થિક પરિસ્થિતિ પર ખરાબ અસર પડી હતી. અને કોર્ટ શરૂ કરવા માટે વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું હતું. તો બાર કાઉન્સિલ દ્વારા ૨૯ જુલાઈથી ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે, નામદાર કોર્ટ દ્વારા વકીલોનાં હિતમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હવેથી કોર્ટની કામગીરી ફિઝિકલ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, કોર્ટ બંધ રહેતાં સતત વકીલો દ્વારા ફિઝિકલ કોર્ટ શરૂ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા હતા. હાઈકોર્ટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓની કોર્ટ કાર્યવાહી પર કોરોના મહામારીને કારણે બ્રેક વાગી ગઈ હતી. જો કે, વકીલોનાં સતત વિરોધને કારણે નામદાર કોર્ટે વકીલોનાં હિતમાં આ મોટો નિર્ણય લીધો હતો.

Related posts

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી ‘તેજસ એક્સપ્રેસ’ ૩૦ એપ્રિલ સુધી સસ્પેન્ડ…

Charotar Sandesh

જાણો કોણ જીતશે આણંદ લોકસભા? જાણો બન્ને ઉમેદવાર નો પરિચય

Charotar Sandesh

કોરોના અને લોકડાઉનના પગલે દેશના મોટાભાગના થિયેટરો બંધ થવાની તૈયારીમાં…

Charotar Sandesh