Charotar Sandesh
ગુજરાત

કોરોના કેસો ઘટાડવા તંત્રએ ટેસ્ટિંગ ઓછા કરી લોકો સાથે રમી ગંદી રમત : અમિત ચાવડા

કોરોના કામગીરી પર સવાલો ઉઠાવતા કોંગ્રેસ પ્રમુખ બોલ્યા…

ગુજરાતમાં કુલ કેસ અને ડિસ્ચાર્જ એમ બંને તરફથી ભારતમાં સૌથી ઊંચો મૃત્યુદર છે, આ એક હકીકત…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો રાફડો ફાડ્યો છે ત્યારે બે સપ્તાહથી રાજ્યમાં ફટાફટ ડિસ્ચાર્જ દ્વારા ભારતમાં સૌથી ઊંચા રિકવરી રેટના દાવાઓ થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં કુલ કેસ અને ડિસ્ચાર્જ એમ બંને તરફથી ભારતમાં સૌથી ઊંચો મૃત્યુદર છે, આ એક હકીકત છે. સોમવારે ૧૪ જિલ્લાઓમાંથી ૩૨૧ દર્દીઓને સાજા થઈને ઘરે જતા ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૩,૯૬૪ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત સરકારની કોરોના વાયરસ સામે લડવાની રણનીતિની કડક શબ્દોમાં નિંદા કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સરકાર પર પ્રહાર કરીને કોરોના મહામારીમાં સરકારની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં ૧૨૮૦ કરતા વધુ લોકોના મોત થયા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગુજરાતમાં તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરોનામાં વર્તમાન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર પણ લોકોના જીવ બચાવવામાં તંત્રમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉર્ૐંએ જાન્યુઆરીમાં જ ચેતવણી આપી હતી. તેમ છતાં ગુજરાત સરકારે ચેતવણીને ગંભીરતાથી લીધી નહોતી. રાજ્યમાં દિવસેને દિવસે સંક્રમણ વધ્યું તેમ ટેસ્ટિંગ ઘટાડ્યું છે.
બીજે એક રીતે કહીએ તો સંક્રમણનો આંકડો ઓછો બતાવવા માટે તંત્ર ટેસ્ટિંગ ઓછા કરીને લોકોના જીવ સાથે ગંદી રમત રમી રહી છે. જો પ્રાથમિક રીતે વિચારીએ તો ભારતમાં ટેસ્ટિંગ વધારે થયું હોય તો અમેરિકા કરતા વધુ કેસ આવે. પરંતુ એવું થયું નથી. કારણ કે, અમેરિકામાં દરરોજના એક લાખ ટેસ્ટિંગ થતા હતા, જેના કારણે ત્યાં કોરોનાના આંકડો લાખોમાં હતો. પરંતુ અમેરિકાની સરખામણીમાં ભારતમાં તેના અડધાએ ટેસ્ટિંગ કર્યા નથી. બીજી બાજુ અમદાવાદમાં સંક્રમિત દર્દીઓને સારવાર લેવા માટે દર દર ભટકવું પડતું હોવાની વાત કરી હતી. કોરોનામાં આખા દેશમાં સૌથી વધુ મૃત્યુદર ગુજરાતમાં છે તેના માટે જવાબદાર તંત્ર અને ગુજરાત સરકારને જ ઠેરવી છે.
કોરોના લઈને હોસ્પિટલોમાં આવેલા ૧૨૮૦ નાગરિકો પાછા ઘરે જઈ શક્યા નથી. તેમના મૃત્યુ થયા છે. આ પ્રમાણે ગુજરાતમાં ૯.૧૬ ટકા જેટલું ઊંચુ છે. સોમવારની સાંજે ૭.૨૬ કલાકે દેશમાં ડિસ્ચાર્જની સામે ડેથનું પ્રમાણ ૫,૭૯ ટકા હતુ. સમગ્ર દેશમાં કુલ ૧,૨૭, ૩૦૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ કેસની સામે મૃત્યુદર ૬.૨૨ ટકા છે, દેશમાં આ પ્રમાણ ૨.૭૮ ટકા આસપાસ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, અનલોકના બીજા સપ્તાહની શરૂઆતે જ આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિએ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટમાં રીતસર કાપ મૂક્યો હોય એમ રવિવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં માત્ર ૪,૬૦૩ જ ટેસ્ટ થયા છે. સોમવારે સાંજે જાહેર થયેલી અખબારી યાદીમાં ૪,૬૦૩ ટેસ્ટમાંથી ૧૯ જિલ્લામાં ૪૭૭ પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. ૩૪૬ અમદાવાદમાં, ૪૮ સુરતમાં, ૩૫ વડોદરામાં એમ આ ત્રણ હોટસ્પોટ એરિયા ધરવાતા જિલ્લાઓમાં જ ૪૨૯ કેસ છે ! બાકીના ૧૬ જિલ્લામાં માત્ર ૪૮ નાગરિકોમાં જ કોરોના વાઈરસ મળ્યો છે!

Related posts

અંબાજી જતા રસ્તાના ઢાબા પર સામાન્ય નાગરિકની જેમ CM ભુપેન્દ્ર પટેલે ચા-પાપડીની મોજ માણી, જુઓ વિડીયો

Charotar Sandesh

ચૂંટણી પંચે જીતુ વાઘાણી પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો

Charotar Sandesh

મૂળ ગુજરાતના પટેલ પરિવારની કારનો યુએસમાં અકસ્માત, ૨ દીકરાએ દમ તોડ્યો…

Charotar Sandesh