અમદાવાદ : કોરોના વાઈરસનાં કેસ વધતા ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ પીજીના ૧૧ અલગ-અલગ ક્ષેત્રોની પરીક્ષા ૨૬ માર્ચથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ના આવી શકે તેને બીજી તક પણ આપવામાં આવશે. ઉપરાંત ૧૦ એપ્રિલ બાદ યુજી, પીજીના તમામ ક્ષેત્રોની પરીક્ષા પણ યોજવા યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શરૂ થઈ હતી. પરંતુ કોરોનાના કેસ વધતા હાલ પૂરતી કેળા ક્ષેત્રોની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ પીજીના અલગ-અલગ ક્ષેત્રોની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા ૨૬ માર્ચથી યોજાવવાની છે. આ પરીક્ષામાં વિદ્યાર્થી હાજરના રહી શકે તેને બીજી તક પણ આપવામાં આવશે. બીજી તકમાં વિદ્યાર્થીઓને ઓનલાઇનનો વિકલ્પ પણ આપવામાં આવી શકે છે. ઉપરાંત ૧૦ એપ્રિલ બાદ કેસમાં વધારો જ હશે તો પણ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવશે.
યુજી અને પીજીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા જલ્દી યોજવા માટે યુનિવર્સિટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા જલ્દી યોજાય તો તે વિદ્યાર્થીઓ પોતાનાં ભવિષ્ય તરફ આગળ વધી શકે તેવી વિચારણા સાથે પરીક્ષા જલ્દી યોજવા નિર્ણય લેવામાં આવ્યો છે. અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજયા બાદ અન્ય વિદ્યાર્થીઓની પરીક્ષા તબ્બકાવાર યોજાશે જેથી અન્ય ક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ આગળ વધે અને નવા એડમિશન પણ થઈ શકે.