Charotar Sandesh
વર્લ્ડ

કોરોના, જળવાયુ પ્રદૂષણ પર પ્રથમ દિવસથી કામ શરૂ કરાશે : બિડેન

અમેરિકા ચૂંટણીઃ બાઇડન જીતની નજીક, ટ્રમ્પની એક્ઝિટ નિશ્ચિત
આપણે વિરોધી હોઈ શકીએ પણ દુશ્મન નથી, રાજકારણનો ઉદ્દેશ દેશની સેવા કરવાનો છેઃ બિડેન

USA : ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને શનિવારે ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. બિડેને જણાવ્યું કે આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, અમે ચૂંટણીની રેસમાં વિજયકૂચ કરી રહ્યા છીએ. હું જાણું છું કે આ ચૂંટણીમાં તણાવ ઘણો છે પરંતુ આપણે ધૈર્ય રાખવાની જરૂર છે જેથી મતગણતરીની પ્રક્રિયા તેની ગતિથી ચાલુ રહે અને દરેક મતની ગણતરી થઈ શકે. બિડેન ૨૫ વર્ષમાં અરિઝોનામાં જીત પ્રાપ્ત કરનાર પ્રથમ ડેમોક્રેટ ઉમેદવાર છે. ૨૮ વર્ષમાં જ્યોર્જિયામાં સૌપ્રથમ વખત ડેમોક્રેટ્‌સ વિજય તરફ આગળ છે. બિડેને તેમના પક્ષને ફરીથી ઊભો કરવાનો દાવો કરતા કહ્‌ કે ચાર વર્ષ પૂર્વે ધ્વસ્ત થયેલી ‘બ્લુ વોલ’ ફરીથી અસ્તિત્વમાં આવી રહી છે.
જીતના વિશ્વાસ સાથે જો બિડેને જણાવ્યું કે, દર કલાકે તેમને તમામ ધર્મ, સમુદાય તરફથી રેકોર્ડ સંખ્યામાં મતો મળી રહ્યા છે. અમેરિકનોનું નોંધપાત્ર સમર્થન તેમને પ્રાપ્ત થઈ રહ્યું છે. સત્તામાં આવ્યાના પ્રથમ દિવસથી જ બિડેને કોવિડ ૧૯ મહામારી, અર્થતંત્ર અને જળવાયુ પરિવર્તન પર કામ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપતા બિડેને કહ્યું કે, અમેરિકાની ચૂંટણીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે પરંતુ અમે શાંત છીએ. હરીફોએ પણ ગુસ્સો થૂંકી દેવો જોઈએ, આ જંગમાં આપણે વિરોધી હોઈ શકીએ પરંતુ દુશ્મન બિલકુલન નથી. કેટલાક લોકો આ ચૂંટણી પ્રક્રિયાને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ હું તે શક્ય નહીં થવા દઉં તેમ બિડેને જણાવ્યું હતું. લોકશાહી પર મારો મજબૂત વિશ્વાસ છે. પરંતુ રાજકારણનો ઉદ્દેશ દેશ માટે કામ કરવાનો હોય છે. આપણે દુશ્મન નથી, આપણે અમેરિકન છીએ તેમ બિડેન તેમના ડેલાવેર હેડક્વાર્ટરથી એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સમયે તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ પણ હતા જો કે તેમણે કોઈ ટિપ્પણી કરી નહતી. કમલા હેરિસે નિષ્ણાતોની સાથે મુલાકાતનો દોર શરૂ કરી દીધો છે. હજુ પણ મેઈલ બેલેટ્‌સની ગણતરી ચાલુ છે. હજારો વોટની ગણતરી ચાલી રહી છે. ફિલાડેલ્ફિયાના માર્ગો પર બિડેન સમર્થકો ખુશીથી ઝૂમી રહ્યા છે. બીજીતરફ ફિનિક્સ અને ડેટ્રોઈટમાં ટ્રમ્પ સમર્થકોએ ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ કર્યો છે. પેંસિલ્વેનિયા, જ્યોર્જિયા, અરિઝોના અ નેવાદામાં બાઈડિનની લીડ ટ્રમ્પ માટે પડકાર બની ગઈ છે.
અત્યાર સુધીની મત ગણતરી મુજબ બિડેનને ૨૬૪ ઈલેક્ટોરલ મતો મળ્યા છે જ્યારે ટ્રમ્પને ૨૧૪ મતો મળ્યા છે. બિડેન ચાર રાજ્યોમાં આગળ ચાલી રહ્યા છે અને હજુ મતગણતરી ચાલુ છે. નોર્થ કેરોલિનામાં ટ્રમ્પ લીડ કરી રહ્યા છે.

  • Naren Patel

Related posts

ઇઝરાયેલે અખાતી દેશો યુએઇ અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી…

Charotar Sandesh

તાનાશાહ કિમ જોંગ ઉનનો વિચિત્ર આદેશ : જીન્સ પહેરી કે વિદેશી ફિલ્મો જોઈ તો મોતની સજા…

Charotar Sandesh

કોરોના ઇફેક્ટ : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ સમાપ્ત…

Charotar Sandesh