ટ્રમ્પે કોરોના સંક્રમિત થવું ઇશ્વરના આશિર્વાદ ગણાવ્યા
ચૂંટણી પછી કોરોના રસી મળી જવી જોઇએ
USA : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટીનને ફરી એક વખત ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કોરોના મહામારી માટે ચીનને જવાબદાર ગણાવતા કહ્યું કે ચીને વિશ્વ સાથે જે કંઇ કર્યું છે તેની તેને ભારે કિંમત ચૂકવવી પડશે. ઉલ્લેખનીય વાત એ છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના સંક્રમિત છે.
દેશને સંબોધન કરતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હું ચીનને કહેવા માંગુ છું કે કોરોના મહામારી તેની ભૂલ છે અને તેણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. આ અમેરિકનોની ભૂલ નથી. અમેરિકનોએ આના માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.
તો પોતાના એક વીડિયો મેસેજમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના સંક્રમિત થવું ‘ઇશ્વરના આશીર્વાદ’ ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે હું એકદમ સારું મહેસૂસ કરી રહ્યો છું. મને લાગે છે કે કોરોના સંકમ્રમિત થવું ભગવાનના આશીર્વાદ હતા. મેં રેજેનરોન દવા અંગે સાંભળ્યું હતું અને લોકોને લેવાની સલાહ આપી હતી. મેં આ દવાનું સેવન કર્યું. આ અવિશ્વસનીય હતી. તેને શાનદાર કામ કર્યું.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ચીનની ભૂલ હતી અને ચીને આ દેશ અને દુનિયા માટે જે કર્યું છે તેની એક મોટી કિંમત ચૂકવવી પડશે. અમે આ દવા (રેજેનરન) ને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સેનાની મદદ લઈ રહ્યા છીએ અને સાથો સાથ લોકોમાં વહેંચવામાં આવી રહી છે. આ દવા મફતમાં ઉપલબ્ધ થશે તમારે તેના માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
કોરોના રસી અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આપણે વહેલામાં વહેલી તકે કોરોના રસી મળવાની છે. મને લાગે છે કે રસી ચૂંટણી પહેલા મળી જવી જોઈતી હતી પરંતુ તેના પર રાજકારણ થઈ રહ્યું છે, ઠીક છે, તેઓ તેમની રમત રમવા માંગે છે, તેથી ચૂંટણી પછી કોરોના રસી મળી હોવી જોઇએ.
- Nilesh Patel