Charotar Sandesh
વર્લ્ડ

કોરોના મહામારીને કાબૂમાં મેળવવા હજુ પણ કંઇ મોડું નથી થયુ : ડબલ્યુએચઓ

USA : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે કોરોના વાયરસની વિરૂદ્ધ ચાલી રહેલા વૈશ્વિક જંગમાં હવે આશાનું કિરણ દેખાવા લાગ્યું છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે કહ્યું કે કોરોના મહામારીને કાબૂમાં મેળવવા માટે હજુ પણ કંઇ મોડું થયું નથી. તેમણે દુનિયાભરના દેશોને અપીલ કરી કે તેઓ કોરોનાને ફેલાતો રોકે જેથી કરીને સમાજને ફરીથી ખોલી શકાય.

ટેડ્રોસને અંદાજો આવી ગયો છે કે આ સપ્તાહે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા બે કરોડ સુધી પહોંચી જશે. જેમાં લગભગ ૭,૫૦,૦૦૦ લોકોના મોત સામેલ છે. WHOના પ્રમુખ ટેડ્રોસે સોમવારના રોજ કહ્યું કે આ આંકડાની પાછળ ઘણું દર્દ અને પીડા છે. તેમણે વાયરસથી લડવા માટે કોઇ નવી રણનીતિ બતાવી નથી પરંતુ તેમણે વિશ્વ માટે ન્યૂઝીલેન્ડનું ઉદાહરણ મૂકયું અને કહ્યું કે નેતાઓએ ઉપાય કરવા માટે પગલાં ઉઠાવવા જોઇએ અને નાગરિકોને નવા ઉપાયોને અપનાવાની જરૂર છે.

આપને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડમાં ૧૦૦ દિવસથી કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી. ટેડ્રોસે કહ્યું કે તાજેતરમાં બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોએ જે ઉપાય અપનાવ્યા છે તે નવા કેસને રોકવા માટે જરૂરી ખાસ રણનીતિઓનું એક સારું ઉદાહરણ છે. આ બધાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇમરજન્સી સર્વિસીસના પ્રમુખે કહ્યું કે કોવિડ-૧૯ અન્ય વાયરસની જેમ હવામાન પ્રમાણે ચાલતો નથી.

  • Naren Patel

Related posts

કોરોના વાયરસ થકી ચીને અમેરિકા પર હૂમલો કર્યો : ટ્રમ્પનો આરોપ

Charotar Sandesh

ચોથા સ્થાને ભારત : ૭૩ દેશોની સુંદરીઓને પાછળ છોડીને મેક્સિકોની એન્ડ્રિયા મિસ યુનિવર્સ બની…

Charotar Sandesh

અમેરિકાના મેરિલેન્ડમાં માત્ર પાછલા વ્હીલ પ૨ ૮૧ કિલોમીટ૨ સાઈકલ ચલાવીને બનાવ્યો વિક્રમ…

Charotar Sandesh