Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના મહાસંક્ટ : સતત ત્રીજા દિવસે ૫૦,૦૦૦ની નજીક કેસ નોંધાયા, ૭૦૮ના મોત…

કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૧૪,૩૫,૪૫૩ પર પહોંચી…

દેશમાં અત્યાર સુધી ૩૨,૭૭૧ લોકોએ કોરોનાના કારણે ગુમાવ્યો જીવ,૮.૮૫ લાખથી વધુ સંક્રમિતો કોરોનાને માત આપવામાં સફળ, એક દિવસમાં દેશમાં કરાયા ૫ લાખથી વધુ ટેસ્ટ…

ન્યુ દિલ્હી : અનલોક-૩માં સિનેમા-જીમ વગેરે.ને ખોલવાની સંભાવના વચ્ચે અનલોક-૨ના ૨૬મા દિવસે કોરોના કેસોમાં કોઇ ઘટાડો થવાને બદલે ફરીથી ૫૦ હજારની નજીક કેસો સામે આવ્યાં છે. આજે સામવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના એટલે કે રવિવારના આંકડા જાહેર કરાયા ત્યારે કોરોનાના ૪૯,૯૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૧૪ લાકને પાર કરીને ૧૪,૩૫,૪૫૩ થઈ ગયા છે. આ જ સમય ગાળામાં વધુ ૭૦૮ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને ૩૨૭૭૧ સુધી પહોંચી ગયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૩૧,૫૦૨ દર્દીઓ સાજા થયા હતા. અ સાજા થનાર લોકોની સંખ્યા ૯,૧૮,૭૩૫ પર પહોંચી છે. વધુ કેસોની સંખ્યામાં હવે કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર હજુ પણ સૌથી આગળ છે. ૧ ઓગસ્ટથી અનલોક-૩ હેઠળ વધુ છૂટછાટ મળવાની શક્યતા છે. જેમાં સિનેમા થીયેટરોને તથા જીમને ખોલવાની મંજૂરી મળી શકે તેમ છે.
અન્ય દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો હુમલો ચારેબાજુથી થઇ રહ્યો હોય સતત ત્રીજા દિવસે ૫૦૦૦૦ની નજીક નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૧૪ લાખને પાર થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૪૯૯૩૧ કેસ નોંધાતા કુલ કેસ ૧૪૩૫૪૫૩ થઈ ગયા છે.

જોકે, એક રાહત સમાન બાબતમાં ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૯૯૧ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૯૧૭૫૬૮ સુધી પહોંચી ગયો છે જે કોરોના સક્રિય કેસ કરતા વધારે થઈ ગઈ છે. સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૪૮૫૧૧૪ સક્રિય કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૩૭૫૭૯૯ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૩૬૫૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૨૧૩૭૨૩ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩૪૯૪ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં ૧૩૦૬૦૬ કેસ નોંધાયા છે જ્યારે ૩૮૨૭ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશસૌથી વધુ કેસોની યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં એક જ દિવસમાં ૬૨૯૮ કેસ નોંધાયા છે જ્યારે ૧૦૪૧ લોકો મોતને ભેટ્યા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૯૬૧૪૧ કેસ નોંધાયા છે જ્યારે ૧૮૭૮ લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ ૬૬૯૮૮ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૫૮૭૧૮ કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. ગુજરાત આઠમાં ક્રમ પર છે જ્યાં ૫૫૮૨૪ લોકો સંક્રમણમાં આવ્યા છે ત્માંથી ૨૩૨૬ લોકો મોતને ભેટી ચૂક્યા છે.

દેશમાં સતત ૫ દિવસથી ૪૫ હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. સતત ચોથા દિવસે ૪૮ હજારથી વધુ કેસ વધ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ૪૮ હજાર ૯૩૧ કેસ સામે આવ્યા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા હવે ૧૪ લાખ ૩૬ હજાર ૧૮ થઈ ગઈ છે.

Related posts

ટાટા ગૃપની થઈ એર ઇન્ડિયા, અધધ… આટલા કરોડની લગાવી સૌથી વધુ બોલી, જાણો વિગત

Charotar Sandesh

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૪૬૨૩૨ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

શોપિયામાં સુરક્ષાદળોએ ૪ આતંકીને ઠાર કર્યા, પાકિસ્તાને LoC પર મોર્ટાર છોડ્યા…

Charotar Sandesh