Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના મહાસંક્ટ : ૨૪ કલાકમાં ફરી ૫૦ હજારની નજીક નવા કેસો, ૭૭૦ના મોત…

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૫,૩૧,૬૬૯ પર પહોંચી, ૩૪,૧૯૩ લોકોના મોત

એક્ટિવ કેસની સંખ્યા પાંચ લાખને પાર,૧૦ લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે ૬૪% દર્દીઓ સાજા થયા, દરરોજ ૪૦ હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે…

ન્યુ દિલ્હી : દેશમાં અનલોક-૨ પુરૂ થવામાં છે અને ૧ ઓગસ્ટથી અનલોક-૩માં વધુ છૂટછાટ આપવામાં આવેતેવી ગણતરીઓ વચ્ચે અનલોક-૨ના ૨૮મા દિવસસે ફરીથી ૫૦ હજારની નજીક કોરોના કેસો નોંધાયા હતા.તે સાથે કોરોનાના કેસો ઝડપભેર ૧૫ લાખને પાર થઇ ગયા હતા. સતત ત્રીજી વખત માત્ર ૨ દિવસમાં સંક્રમણના એક લાખ નવા કેસ સામે આવ્યા છે. આજે બુધવારે સવારે છેલ્લાં ૨૪ કલાકમાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલા કેસોની આંકડાકિય માહિતી જાહેર કરવામાં આવ્યાં ત્યારે નવા ૪૯,૬૩૨ દર્દી વધ્યા હતા. તે સાથે જ આ જ સમયગાળામાં ૩૪ હજાર ૨૦૦થી વધુ દર્દી સાજા થયા હતા. . અત્યારસુધીમાં ૧૫ લાખમાંથી ૯ લાખ ૮૮ હજારથી વધુ દર્દી સાજા પણ થઈ ચુક્યા છે. જે એક રાહત સમાન કહી શકાય. સૌથી વધુ કેસો હવે મહારાષ્ટ્રને બદલે આંધ્રમાં ૭,૯૪૮ નોંધાયા તો બીજા નંબરે મહારાષ્ટ્રમાંમાં ૭,૭૧૯ કેસો નોંધાયા હતા. ત્રીજા નંબરે તામિલનાડુમાં ૨૪ કલાકમાં ૬,૯૭૨ કેસો નોંધાયા હતા. સારવાર હેઠળના કેસના મામલામાં દિલ્હી હવે ટોપ-૧૦ની બહાર છે.બીજી તરફ મધ્યપ્રદેશમાં જળસંસાધન મંત્રી તુલસી સિલાવટ અને તેમના પત્ની પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં સોમવારે એક પણ કેસ સામે આવ્યો નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટિ્‌વટ કરીને આ વાતની માહિતી આપી હતી. દિલ્હીમાં સંક્રમિતોની સારવાર કરતી આ સૌથી મોટી હોસ્પિટલ છે. દેશમાં અત્યાર સુધી ૧.૭૩ કરોડ લોકોની તપાસ થઈ જે પૈકી ૧૫ લાખથી વધુ પોઝિટિવ આવ્યા છે.
આંકડા પર નજર નાંખીએ તો દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ગઇકાલે મંગળવારે ૧૫ લાખને પાર થઈ ગયો હતો. અત્યાર સુધી ૧૫ લાખ ૩૨ હજાર ૧૩૫ લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૯ હજાર ૬૩૨ દર્દી વધ્યા છે.તો તેની સામે ૩૫ હજાર ૪૮૪ લોકો સાજા પણ થયા છે. વધુ ૭૭૦ લોકોના મોત થયા છે.તો અત્યારસુધીમાં ૯ લાખ ૮૮ હજારથી વધુ દર્દી સાજા પણ થઈ ચુક્યા છે, મંગળવારે ૩૪ હજાર ૨૦૦થી વધુ દર્દી સાજા થતા તેમની રજા પવામાં આવી હતી. હાલમાં દેશમાં . ૫ લાખ ૮ હજારથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. દિલ્હીમાં કોરોનાના અત્યાર સુધી ૧ લાખ ૩૨ હજાર ૨૭૫ કેસ આવ્યા છે. આ મામલામાં દિલ્હી દેશમાં ત્રીજા નંબરે છે, પરંતુ સક્રિય કેસના મામલામાં તે ટોપ-૧૦ની બહાર છે. હાલમાં અહીંયા માત્ર ૧૦ હજાર ૮૮૭ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ ૩૦ જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ત્યારબાદ એકથી પાંચ લાખ કેસ થવામાં ૧૪૬ દિવસનો સમય લાગ્યો હતો. પણ ૫ લાખથી ૧૫ લાખ કેસ થવામાં એટલે કે સંક્રમણના ૧૦ લાખ કેસ થવામાં ફક્ત ૩૨ દિવસનો સમય લાગ્યો છે.
દરમ્યાનમાં, દિલ્હી પછી મુંબઈમાં પણ સીરો સર્વે થયો છે. જેમાં એવું બહાર આવ્યું છે કે શહેરની ઝૂંપડપટ્ટીમાં ૫૭% લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. સીરો સર્વેમાં વ્યક્તિના શરીરમાં એન્ટીબોડીની હાજરી અંગેની ખબર પડી શકે છે. જો એન્ટીબોડી મળે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ કાંતો સંક્રમતિ છે અથવા તો સંક્રમિત થઈને સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં ઝૂંપડપટ્ટી સિવાયના અન્ય વિસ્તારમાં ૧૬% લોકોમાં એન્ટીબોડી મળ્યા છે.
મુંબઈમાં છેલ્લાં ત્રણ મહિનામાં મંગળવારે એક દિવસમાં સૌથી ઓછા કેસ સામે આવ્યા હતા.. રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ ટિ્‌વટ કરીને આ અંગેની માહિતી આપીહતી કે .સોમવારે અહીંયા ૮૭૭૬ સેમ્પલ લેવાયા હતા. જેમાંથી માત્ર ૭૦૦નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શહેરમાં ડબલિંગ રેટ હવે વધીને ૬૮ દિવસ અને રિકવરી રેટ ૭૩% થઈ ગયો છે.
ભારતમાં સંક્રમણની સૌથી વધારે અસર મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણામાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૩.૮૩ લાખ લોકો કોરોનાગ્રસ્ત થઈ ગયા છે. રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અહીં દરરોજ ૧૦ લાખની વસ્તીમાં ૧૩ હજાર ૧૫૪ લોકોની તપાસ થઈ રહી છે.

Related posts

દેશમાં કોરોના ‘અનસ્ટોપેબલ’ : ૨૪ કલાકમાં ૧૧ હજાર કેસો..! વધુ ૩૮૬ લોકોના મોત…

Charotar Sandesh

દેશના બે રાજ્યોમાં ૯૦ હજારથી વધુ બાળકો કોરોનાની ઝપટમાં…

Charotar Sandesh

ઉત્તર પ્રદેશને નવા વર્ષમાં ભેટ : મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્‌સ યુનિવર્સિટીનો વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ

Charotar Sandesh