આણંદ : કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી આણંદ શહેર સંગઠન તરફથી લાયન્સ હોલ આણંદ ખાતે ‘સહાયતા કેન્દ્ર’ ઉભું કરી કોવિદના રસીકરણ માટે આવેલ વડીલોને સોશ્યલ ડિસ્ટનસીન્ગ સાથે બેસાડી તેમના માટે પીવાના પાણી અને ચા કોફીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેમાં આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી નીરવભાઈ અમીન(Nc), શહેર ભાજપ પ્રમુખ મયૂરભાઈ પટેલ,યુવા મોરચાના અશ્વિનભાઈ પારવાણી, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ આણંદ શહેરના સૈયોજક હર્ષભાઈ કાછીયા, મધુદીપ ફાઉન્ડેશનના દિનશા પટેલ તથા સિનિયર સીટીઝન ફોરમના બળવંતભાઈ દવે આ અભિયાનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
- Jignesh Patel, Anand