Charotar Sandesh
વર્લ્ડ

કોરોના વાઇરસનો હુમલો પર્લ હાર્બર ૯/૧૧થી પણ વધુ ખતરનાક : ટ્રમ્પ

અમેરિકામાં ૨૪ કલાકમાં ૨૦૭૩ લોકોના મોત, મૃત્યુઆંક ૭૨ હજારને પાર…

USA : કોરોના વાયરસથી ઝઝૂમી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, કોરોનાને કારણે જે સ્થિતિનો સામનો કરી રહ્યા છે તે પર્લ હાર્બર અને ૯/૧૧થી પણ ભયાનક છે. કોરોનાને કારણે અમેરિકામાં અત્યાર સુધી ૭૨ હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે અને ૧૨ લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. બીમારીને કારણે દુનિયાના સુપરપાવર તરીકે ઓળખાતા અમેરિકાની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચ્યું છે.
અમેરિકામાં ૨૪ કલાકમાં ૨૦૭૩ લોકોના જીવ ગયા છે અને ૨૫ હજાર ૪૫૯ નવા કેસ મળ્યા છે. નૂયોર્કમાં મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ ક્યુમોએ કહ્યું હતું કે એક દિવસમાં અહીં ૨૩૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું કે, આપણે અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલાથી ઝઝૂમી રહ્યા છે. જે પર્લ હાર્બર અને ૯/૧૧ કરતા પણ વધારે ભયાનક છે. આજ સુધી અમેરિકામાં આવો કોઈ હુમલો થયો નથી. કોરોનાને કારણે અમેરિકા લોકડાઉન અને મોટા ભાગની આર્થિક ગિતિવિધિઓ બંધ છે.

ત્યાં જ આઈએમએફ અને વર્લ્ડ બેંકે અંદાજ વ્યક્ત કર્યો છે કે, અમેરિકામાં આર્થિક મંદી આવી શકે છે. અંદાજ મુજબ, વર્તમાન નાણાંકીય વર્ષના બીજા ક્વોર્ટરમાં અમેરિકાની અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ માઈનસ ૧૫-૨૦ ટકા હોઈ શકે છે. હાલમાં અમેરિકામાં નવા કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે જેને કારણે કેટલાક રાજ્યોમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ રહી છે.

  • Nilesh Patel

Related posts

કોરોના કેર યથાવત્‌ઃ જર્મનીમાં ૨૦ ડિસેમ્બર સુધી લૉકડાઉન વધારાયું..

Charotar Sandesh

ટ્રમ્પ ખુરશી છોડે તે પહેલાં ચીન વિરુદ્ધ આર્થિક-રાજકીય મોરચે મોટા નિર્ણયો લે તેવી શક્યતા…

Charotar Sandesh

ભારતે અમેરિકાની વસ્તુઓ પરનો ટેક્સ વધારો પાછો ખેંચવો જોઇએ : ટ્રમ્પ

Charotar Sandesh