મુંબઇ : કોરોના વાયરસ દેશ વિદેશમાં પોતાનો આતંક મચાવી રહ્યો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટી પણ વાયરસના ભરડામાં આવી ગઈ છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર દિલીપ કુમારે કોરોના વાયરસને લઈ એક ટિ્વટ કર્યું છે અને જેની ભારે ચર્ચા થઈ રહી છે. કોરોનાના કારણે અભિનેતાને સૌથી અલગ રાખવામાં આવ્યા છે અને જેની વાત દિલીપ કુમારે સોશિયલ મીડિયામાં જનતા સામે રાખી છે.
દિલીપ કુમારે લખ્યું કે, મને કોરોના વાયરસના કારણે સૌથી અલગ અલગ રાખવામાં આવ્યો છે. સાયરા એ નક્કી કરવાનો કોઈ જ મોકો છોડવા નથી માંગતી કે, મને કોઈ ઈન્ફેક્શન ન લાગી ગયું હોય. આ ટિ્વટ કરીને અભિનેતાએ જણાવ્યું કે બોલિવૂડ અભિનેત્રી અને પોતાની પત્ની સાયરા બાનો તેનું ખુબ જ ધ્યાન રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલીપ કુમાર ૯૭ વર્ષની ઉંમરે ઘણા લાંબા સમયથી બિમાર રહે છે અને સારવાર કરાવી રહ્યા છે.
પોતાના સ્વાસ્થ્યને લઈ આ સિવાય દિલીપ કુમારે એક બીજી ટિ્વટ કરી કે, હું આપ સૌને એક જ અપીલ કરું છું કે, બને ત્યાં સુધી ઘરની અંદર જ રહો. તમે સુરક્ષિત રહો અને બીજાને પણ રાખો. કોરોના વાયરસ બધી જ સીમાને પાર કરી ચૂક્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી જાણકારીનું પાલન કરો અને પોતાની તેમજ બીજાની રક્ષા કરો.