જિનિવા : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના પ્રમુખે ફરી ચેતવણી આપી છે કે કોરોના વાયરસ મહામારીની સ્થિતિ વૈશ્રિ્વક સ્તરે વધુ બગડી રહી છે. બીજી બાજુ યુરોપમાં સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.
એક પત્રકાર પરિષદ દરમિયાન પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેયેસસે જણાવ્યું કે રવિવારે આવેલા ૭૫ ટકા કેસ અમેરિકા અને દક્ષિણી એશિયાના ૧૦ દેશોમાંથી આવ્યા હતા. પાછલા દસ દિવસોમાં નવ દેશોમાંથી એક લાખથી વધુ કેસ સામે આવી ચૂકયા છે. રવિવારે ૧,૩,૫,૦૦૦ કેસ સામે આવ્યા છે અત્યાર સુધીના સૌથી વધુ છે.
ટ્રેડ્રોસે કહ્યું કે આફ્રિકાના અનેક દેશોમાં વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યાં સુધી કે અનેક દેશોમાં કેસ એક હજારથી ઓછા છે આમ છતાં ત્યાં સંખ્યા વધતી જઈ રહી છે.
ડબલ્યુએચઓએ કહ્યું કે આ દરમિયાન દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં સકારાત્મક સંકેતો પણ જોવા મળ્યા છે.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના એક મોટા નિષ્ણાતે કહ્યું કે ભારતમાં હજુ કોરોના વિસ્ફોટ થયો નથી પરંતુ આવું થવાનો ખતરો જરૂર તોળાઈ રહ્યો છે. માર્ચમાં લાગુ કરાયેલા લોકડાઉનને ખતમ કરવામાં આવી રહ્યું છે તેથી કોરોનાના કેસો ઝડપથી વધી શકે છે.