Charotar Sandesh
ગુજરાત

કોરોના વાયરસને કારણે ગુજરાત બંધ : રસ્તાઓ, બજારો સૂમસામ, સન્નાટો છવાયો…

પાનના ગલ્લાં, મોલ, કાપડ બજારો અને ચાની કીટલીઓ બંધ…

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. જેને પગલે વડાપ્રધાન મોદીએ ૨૨ માર્ચે જનત કરફ્યું રાખવા અપીલ કરી છે. પરંતુ ૧૯ માર્ચે ૨ અને ૨૦ માર્ચે ૫ પોઝિટિવ કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો સાતથી વટાવી ગયો હતો. જેને પગલે આજથી જ ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની બજારો સહિત ૮૦ ટકા જેટલી કામગીરી ઠપ થઈ ગઈ છે. તેની સાથે સાથે રસ્તાઓ પણ સુમસામ થઈ ગયા છે અને ભાગ્યે જ કોઈ વાહન જોવા મળી રહ્યાં છે.

ખાસ કરીને રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મોલ મલ્ટીપ્લેક્સ, કાપડ બજારો, દુકાનો, પાનના ગલ્લા અને ચાની કિટલીઓ, માર્કેટ યાર્ડ સહિત બંધ જોવા મળે છે.

સુરતમાં વડાપ્રધાનની જનતા કરફ્યુંની અપીલ આજથી અમલી બનાવવામાં આવી છે. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. બીજી તરફ કાપડ માર્કેટ અને હીરા ઉદ્યોગ બંધ રહેતા રિંગરોડ સૂમસામ બન્યો છે. એસટી બસમાં જવાનું લોકો ટાળી રહ્યા છે. જેથી મુસાફરોની સંખ્યા ૫૦ ટકા જેટલી ઘટી ગઈ છે. મહારાષ્ટ્ર જતી બસ સેવા બંધ છે. બસ સ્ટેન્ડ પર વિશેષ તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે.

સૌરાષ્ટ્રનું સૌથી એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ૨૨ માર્ચથી ૨ એપ્રિલ સુધી બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
જ્યારે રાજકોટમાં પણ મુખ્ય બજારો બંધ જોવા મળી છે. શહેરની ગુંદાવાડી, ધર્મેન્દ્રસિંહજી માર્કેટ, ધી કાંટા રોડ, પરા બજાર, લાખાજીરાજ રોડ અને કોઠારીયા નાકા સહિતની બજારો બંધ છે.

Related posts

ગુજરાત વિધાનસભા ચુંટણી : પ્રથમ તબક્કામાં ઓછા મતદાને ઉમેદવારો અને પાર્ટીઓની ઉંઘ હરામ કરી, જુઓ

Charotar Sandesh

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, કરાઈ એન્જોપ્લાસ્ટી…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે ફરી અપનાવી રિસોર્ટ પોલીસી…

Charotar Sandesh