Charotar Sandesh
વર્લ્ડ

કોરોના વાયરસનો પ્રકોપ : વિશ્વભરમાં કોરોનાથી ૧૮,૯૦૦થી વધુનાં મોત…

ઇટાલી પછી અમેરિકા મહામારીનું કેન્દ્ર બની શકે છેઃ WHOની ચેતવણી

વિશ્વમાં કુલ ૪ લાખથી વધુ કેસ,કોરોના વાઈરસના એપી સેન્ટર ચીનના વુહાનમાં બસ સેવા ચાલુ કરાઈ…

વોશિંગ્ટન/રોમ : કોરોના વાઈરસે વિશ્વના મોટાભાગના દેશોને પોતાના ભરડામાં લઈ લીધા છે. આ લખાઈ છે ત્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસના ૪ લાખ ૨૩ હજાર કેસ નોંધાઈ ચૂક્્યા છે, જેમાંથી ૧૮ હજાર ૯૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર બાદ સારા થઈ ગયા છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં ૬૮૨૦ લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીનમાં ૩૨૮૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપતા કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે.

સ્પેનમાં પણ એક જ દિવસમાં અંદાજે ૫૦૦ જેટલાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૮૦૦ થઈ ગયો છે. બીજીબાજુ અમેરિકામાં પણ કોરોનાનો ભરડો વધાર્યો છે, જ્યાં એક જ દિવસમાં ૫૮૦૦થી વધુ નવા કેસો સાથે લગભગ ૪૪૦૦૦ કેસ નોંધાયા છે. અહીં કુલ મૃત્યુઆંક ૭૦૦ થયો છે.

ચીનમાં સૌપ્રથમ વખત ક્રૂરતા દેખાયા પછી કોરોના વાયરસ લગભગ ત્રણથી ચાર મહિનાના સમયમાં વિશ્વના ૧૭૫થી વધુ દેશોમાં પ્રસરી ગયો છે. આ સમયમાં વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧૮,૯૦૦ થઈ ગયો છે જ્યારે ૪.૨૩ લાખ કેસ નોંધાયા છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાન ૨૩,૦૦૦ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. ચીનની બહાર કોરોનાની સૌથી ગંભીર અસર યુરોપમાં ઈટાલી, સ્પેન, જર્મની જ્યારે મધ્ય-પૂર્વમાં ઈરાન પર જાવા મળી છે. ઈટાલીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત એક જ દિવસમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત નીપજી રહ્યાં છે.
આભાર – નિહારીકા રવિયા

Related posts

ફાઈઝર અને મોડર્ના પાસે ઓર્ડર ફુલ, ભારતને રસી માટે જોવી પડશે લાંબી રાહ…

Charotar Sandesh

જાપાનીઝ એરલાઈન મોડી પડતા અમેરિકાએ ૨.૧૩ કરોડનો દંડ ફટકાર્યો…

Charotar Sandesh

૧૯મી સુધીમાં અમેરિકામાં તમામ પુખ્ત-વયનાંઓ કોરોના-રસીને પાત્ર…

Charotar Sandesh