Charotar Sandesh
બોલિવૂડ

કોરોના વાયરસ : કનિકા કપૂર વિરુદ્ધ એફઆઇઆર દાખલ…

કોરોનાને લઇને બેદરકારી દાખવવાનો આરોપ…

મુંબઇ : બોલિવૂડ ગાયિકા કનિકા કપૂરની વિરુદ્ધ સરોજની નગરના પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂર લંડનથી પરત ફરી તે પછી તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. પણ સોશિયલ મીડિયામાં તે ખબરે જોર પકડ્યું હતું કે લંડનની પરત ફર્યા પછી કનિકાને સેલ્ફ આઇસોલેશનમાં રહેવું જોઇતું હતું તે તેણે ના કરતા પાર્ટીઓમાં હાજરી આપી. જેના કારણે શુક્રવારે તેની વિરુદ્ધ યોગી સરકારે એફઆઇઆર દાખલ કરી છે. પણ હવે આ એફઆઇઆરમાં પર ગરબડ કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે.

એક ખબર મુજબ સીએમઓ દ્વારા એફઆઇઆરમાં તેવું લખવામાં આવ્યું હતું કે કનિકાને એરપોર્ટ પર જ સંક્રમિત હોવાનું કહેવામાં આવ્યું હતું. અને તેમને હોમ ક્વારંટીનમાં રહેવાનું સૂચન કરાયું હતું. જ્યારે એરપોર્ટ પર કોરોના વાયરસની તપાસની કોઇ વ્યવસ્થા જ નહતી.

સીએમઓ આમ પોતે જ એફઆઇઆર કરીને ફસાઇ ગયા છે. નિયમ મુજબ કનિકાના સંક્રમણની જાણકારી મળતા જ તેમણે તેના ઉપચાર માટે સ્વાસ્થય વિભાગને જરૂરી નિર્દેશ આપવા જોઇતા હતા. સીએમઓએ પોતાની એફઆઇઆરમાં સ્પષ્ટ લખ્યું છે કે કનિકા કપૂર લખનઉ એરપોર્ટ પર જ સંક્રમિત હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારે સવાલ તે છે કે જ્યારે તંત્રને તેના સંક્રમણની જાણકારી હતી તો કે તે વિષયને ગંભીરતાથી ના લીધો?

વધુમાં ગાયિકા કનિકા કપૂર જે પાર્ટીમાં સામેલ થઇ હતી તે મામલે વધુ તપાસ કરવા હવે આઇબીની ટીમ શુક્રવારે સીએમઓ કાર્યલય પહોંચી હતી.

Related posts

આયુષ્માનની ‘બાલા’ ફિલ્મ ૧૦૦ કરોડનાં ક્લબમાં સામેલ…

Charotar Sandesh

અચાનક ૨૪ કલાકમાં બે વખત સંભાવના શેઠની તબિયત લથડતા સારવાર માટે ખસેડાઈ…

Charotar Sandesh

અમિતાભ બચ્ચનથી લઇને રણબીર, આલિયા જેવા અનેક જાણીતા સ્ટાર્સે તૈયાર કરી શોર્ટ ફિલ્મ…

Charotar Sandesh