WHOએ કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો : વિશ્વના ૧૨૩ દેશોમાં પહોચ્યો કોરોના વાયરસ…
વિશ્વમાં ૧ લાખ ૨૬ હજાર દર્દીઓ કોરોનાથી પીડિત, ગઈ કાલે ૩૨૦ લોકોના મોત નીપજયા…
નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. હાલ સુધી દેશમાં કોરોના વાયરસના ૬૦ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. ૧૧ રાજયોમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાં કેરળમાં સૌથી વધુ કોરોના પીડિત દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના વાયરસને મહામારી જાહેર કરાયો છે જેને પગલે ભારત આવતા વિદેશીઓના વિઝા ૧૫ એપ્રિલ સુધી કેન્સલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીયોને અન્ય દેશોમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે હાલ સુધીમાં ૪ હજાર ૬૧૬ લોકોના ભોગ લેવાયા છે. ગઈકાલે એક જ દિવસમાં વિશ્વમાં ૩૨૦ લોકોના મોત થયા છે. તો ઈટાલીમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં અહીં ૧૯૬ લોકોના મોત થયા તો ઈરાન દેશમાં ગઈકાલે ૬૩ લોકોના મોત થયા છે.
ફ્રાંસમાં ૧૫, સ્પેનમાં ૧૯, જર્મનીમાં ૧ વ્યકિતનું મોત, અમેરિકામાં વધુ ૮ લોકોના મોત થતા કુલ આંક ૩૮ પહોચ્યો હતો. સ્વિત્ઝરલેંડમાં ૧, જાપાનમાં ૩, નેધરલેંડમાં ૧ વ્યકિતનું મોત નીપજયું છે. સ્વિડનમાં ૧, યૂકેમાં ૨, બેલ્જિયમમાં ૩ વ્યકિતના મોત થયા હતા. લેબનોનમાં ૧, ફિલિપીન્સમાં ૧, આયરલેંડમાં ૧ વ્યકિતનું મોત, ઈન્ડોનેશિયામાં ૧, અલ્બેનિયામાં ૧, પનામામાં ૧, બલ્ગેરિયામાં ૧ વ્યકિતનું મોત નીપજયું છે. ભારતમાં કોરોના વાયરસનો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. આ સમયે દેશમાં ૬૦ કોરોના વાયરસના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. કુલ ૧૧ રાજયોમાં કોરોના વાયરસના કેસ નોંધાયા છે. મળતી માહિતિ અનુસાર સૌથી વધુ કેરળમાં કોરોના પીડિત દર્દીઓ હોવાનું જાણવા મળ્યું છે.