Charotar Sandesh
ગુજરાત

કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો : નીતિન પટેલ અને પત્નિ સુલોચનાબેન પટેલે લીધી વેક્સિન…

ઉર્જામંત્રી સૌરભ પટેલે લીધી કોરોના વેક્સિન…

ગાંધીનગર : કોરોનાનો ગ્રાફ દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે વેક્સિનને લઇને જનતામાં એક પોઝિટિવિટી ઉભી કરવા નેતાઓ પણ હવે વેક્સિન લગાવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, કોરોના વેક્સિનનો બીજો તબક્કો ૧ માર્ચનાં રોજથી હવે શરૂ થઇ ગયો છે. ત્યારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેઓ તેમની પત્નિ સાથે આ વેક્સિન લેવા પહોંચ્યા હતા. ઉપરાંત ઉર્જામંત્રી સૌરભ પટેલે પણ આજે કોરોનાની વેક્સિન લીધી છે. સાથે તેમણે વહેલી તકે આ રસી લેવા લોકોને અપીલ પણ કરી હતી.
આપને જણાવી દઇએ કે, દેશમાં હવે ધીમે ધીમે વધી રહ્યો હોય તેવુ સામે આવી રહ્યુ છે. ત્યારે જણાવી દઇએ કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૮૧૯ લોકો રિકવર પણ થયા છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩ વધુ દર્દીઓ ચેપનાં કારણે મૃત્યુ પામ્યા છે અને તે પછી મૃત્યુઆંક વધીને ૧,૫૭,૫૪૮ પર પહોંચી ગયો છે. વળી ૨૪ કલાકમાં કોરોનાનાં ૧૬,૮૩૮ નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને ૧,૧૧,૭૩,૭૬૧ થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે ૧,૭૬,૩૧૯ છે અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ ઠીક થઇ ચુકેલા મામલાની કુલ સંખ્યા ૧,૦૮,૩૯,૮૯૪ પર પહોંચી ગઇ છે.

Related posts

રાજ્યમાં રવિવારે બીજો ડોઝ લેનાર વ્યક્તિને રસી આપવામાં આવશે : સરકાર

Charotar Sandesh

ગુજરાત ATS એ ૫૦ હથિયારો સાથે કરી ૧૩ લોકોની કરી ધરપકડ…

Charotar Sandesh

સરકારી અધિકારીઓ કામ કરવા માટે પૈસા માંગે તો તેનું રેકોર્ડ કરી લો અને મને મોકલો : મહેસુલ મંત્રી

Charotar Sandesh