આણંદ : કોરોના વેકસીનેશન કાર્યક્રમમાં રાજ્યભરમાં આણંદ જિલ્લો બીજા ક્રમે રહ્યો છે તેનો આનંદ િયક્ત કરતા કલેકટરશ્રી આર.જી.ગોહીલે જિલ્લાના આરોગ્ય કર્મીઓ,તબીબો સૌને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લામાં બાળ મરણ અને માતા મરણ પ્રમાણ ઉચુ હોવાથી આરોગ્ય વિભાગને તેમણે રાજ્ય અને ભારત સરકારની યોજનાઓના લાભ અપાવી મરણ પ્રમાણ ઘટાડવા માટે ભાવનાત્મક ઝુંબેશ હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
તેમણે કોરોના હજુ ગયો નથી આરોગ્ય કર્મીઓને ફરીથી લોકોનો સહયોગ મેળવી ઝુબેશના સ્વરૂપે કામગીરી હાથ ધરવા અને કોરોના ને મહાત આપવા પણ જણાવ્યું હતું.
સાંસદશ્રી મિતેશભાઇ પટેલે કોરોના સંક્રમણ વેળાએ આરોગ્ય કર્મી અને નાગરિકો સૌના સહકારથી આપણે સફળતા મેળવી હતી. પરંતુ હજી પણ કોરોના દેખાઇ રહ્યો હોઇ તેને કાબુમાં લેવાન સઘન પ્રયાસો આપણે સૌ સાથે મળીને કરવા પડશે.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમારે જિલ્લાની આરોગ્ય વ્યવસ્થા અને જનરલ હોસ્પીટલ આણંદમાં નવી ઉભી થયેલી વ્યવસ્થા અંગે વિસ્તૃત વિગતો આપી હતી.