Charotar Sandesh
ગુજરાત

કોરોના સંકટમાં કડક કહેવાતું લોક ’ડાઉન’ : ઠેર ઠેર મોટી સંખ્યામાં એકઠાં થયા શ્રમિકો…!

રૂપાણી સરકાર લોકડાઉન અમલ કરાવવામાં નિષ્ફળ…!?

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના શહેરોમાં કલેક્ટર કચેરીઓ સામે શ્રમિકોની ભીડ…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંકટ ચરમસીમાએ પહોંચ્યુ છે. કેન્દ્ર સરકારનો શ્રમિકોને તેમના વતન મોકલવાનો નિર્ણય રાજ્ય સરકારો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા સહિતના શહેરોમાં કલેક્ટર કચેરીઓ સામે શ્રમિકોની ભીડ જામી છે. લોકડાઉનની સ્થિતિમાં પણ આ શ્રમિકો આટલા મોટા પ્રમાણમાં અહીં કેવી રીતે પહોંચ્યા તે એક મોટો પ્રશ્ન છે. આ ભીડ કોરોનાના ફેલાવવામાં નિમિત્ત બનશે તો વિનાશ નોતરશે.

અમદાવાદ કલેકટર કચેરીઓ પરપ્રાતિઓ એક્ઠા થયા છે. વતન પરત જવા માટે મંજૂરી લેવા માટે મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો એકઠાં થયા છે. મંજૂરી લેવામા આરટીઓ સર્કલ પાસે ભીડ જોવા મળી રહી છે. લોકડાઉન દરમિયાન સુરત શહેરમાં લોકો ઘરની બહાર નિકળ્યા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા મનપા કામગીરી કરી રહી છે. ત્યારે લોકોએ ઘરની બહાર નિકળવાનું બંધ કર્યુ નથી. લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

એક તરફ દિવસે દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ લોકો ઘરમાં રહેવાનું પણ પાળતા નથી. ત્યારે આજે શહેરના મજૂરા ગેટ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એક સાથે બહાર નિકળ્યા હતા. લોકો ઘરની બહાર નિકળતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. મહેસાણા કલેકટર કચેરી આગળ પર પ્રાંતીયનો હોબાળો કર્યો છે. યુપી-બિહારના પર પ્રાંતીયોએ હોબાળો કર્યો છે. વતન જવા પરવાનગી નહીં મળતા હોબાળો કર્યો છે. ૨૦૦ જેટલા પર પ્રાંતીય કલેકટર કચેરી આગળ ધસી આવ્યા છે. રાજકોટમાં કલેક્ટર ઓફિસ પહોચ્યુ શ્રમિકોનુ ટોળુ. કલેક્ટર કચેરીએ શ્રમિકો પાસ લેવા પહોચ્યા. કલેક્ટર કચેરી ખાતે સો.ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

દેશમાં લોકડાઉન ૩ મે થી બે અઠવાડિયા વધારી ૧૭ મે સુધી કરવામાં આવ્યું છે, પરંતુ સુરતમાં લોકડાઉનના ધજાગરા ઉડ્યા હતા. સુરતના અડાજણ, મજુરાગેટ, અઠવાગેટ સહિતના વિસ્તારોમાં જાણા લોકડાઉન પૂર્ણ થઇ ગયું હોય, તેવી રીતે લોકો રોડ પર સાધનો લઇને નીકળી પડ્યા હતા. શહેરના અડાજણ સ્થિત ગુજરાત ગેસ સર્કલ પાસે સામાન્ય દિવસોની જેમ ટ્રાફિક જામ સર્જાયો હતો, જયારે મજુરાગેટ પર પોલીસના અધિકારીઓ પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા.

Related posts

સુરતમાં અતુલ બેકરીના માલિકની કારે ૩ વાહનોને અડફેટમાં લીધા, ૧નું મોત…

Charotar Sandesh

ભાદરવી પૂનમના મેળા માટે અંબાજીમાં તૈયારીઓ શરૂ, વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા…

Charotar Sandesh

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય : કમોસમી હળવાં વરસાદની આગાહી…

Charotar Sandesh