સરકારે બદલી MSMEની વ્યાખ્યા, લોકલ માટે વોકલ બનવાનો સમય…
વર્તમાન સમયમાં દેશનું આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવી પડશે,કોરોના મુસીબતની દવા ખાલી મનની મજબૂતી છે…
ન્યુ દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે આઇસીસીના કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ભારતને એ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની અપીલ કરી છે, જ્યાં ભારત પાછળ રહ્યું છે. તેઓએ કહ્યું કે કોરોના કાળમાં આપણે આ દિશામાં આગળ વધી શકીએ છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોરોનામાં આખી દુનિયા લડી રહી છે ત્યારે ભારત તેમાં પાછળ નથી. દેશવાસીઓ હવે આ મુશ્કેલી સામે લડવાની ઈચ્છા શક્તિ સાથે કામ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અને ઉદ્યોગજગતને અપીલ કરી છે કે જે ક્ષેત્રમાં ભારત પાછળ છે ત્યાં આત્મનિર્ભર બનવાનો અવસર છે. તેઓએ આજે આપણા મનમાં એક મોટો કાશ.. બનાવ્યો છે.
વડાપ્રધાનએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સે કહ્યં કે આજે દરેક ભારતીયોના મનમાં એક જ પ્રશ્ન છે કે કાશ અમે મેડિકલ ઉપકરણમ બનાવવાના ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ જાય. કાશ આપણે ખનીજ અને કોલસાના સેક્ટરમાં આત્મનિર્ભર થઈ જઈએ. કાશ આપણે તેલના ઉત્પાદનમાં આગળ વધીએ. ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં કાશ ભારત આત્મનિર્ભર બનીએ. ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં કાશ ભારત આત્મનિર્ભર બને. સોલર પેનલ અને બેટરી તથા ચિપ્સના નિર્માણમાં ભારત પોતાનો ઝંડો લહેરાવે. ઉડ્ડયન ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બને. તો જ આપણે આગળ વધી શકીશું. તેઓએ કહ્યું કે આવા અનેક કાશ છે જેને દરેક ભારતીયો શોધી રહ્યા છે. મોટું કારણ રહ્યું છે કે છેલ્લા ૫-૬ વર્ષમાં ભારતની આત્મનિર્ભરતાનું લક્ષ્ય સર્વોપરી રહ્યું છે. કોરોના સંકટે આ ગતિને વધારવાનું નક્કી કર્યું છે. આ કારણે જ આત્મનિર્ભર ભારત બન્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે મુસીબતની દવા મજબૂતી છે. મુશ્કેલ સમયે ભારતની ઈચ્છાશક્તિને મજબૂત કરી છે. તેઓએ કહ્યું કે કોરોના બાદ આપણે આત્મનિર્ભર બનવાનું છે અને આગળ વધવાનું છે. દરેક ભારતીયના મનમાં એક પ્રશ્ન રહેશે કે ભારત કયા ક્ષેત્રમાં આત્મનિર્ભર બને.
પીએમએ કહ્યું કે કોરોનાની લડાઈમાં આપણે જોડાઈ ગયા છીએ. તેની પર વિજય મેળવવાનો છે. અમારા કોરોના યોદ્ધા લડી રહ્યા છે. તેને અવસરમાં બદલવાનો છે. પણ મુશ્કેલી મોટો ટર્નિંગ પોઈન્ટ બન્યો છે. આરણે તેને આગળ વધારવાનું છે.
પીએમએ કહ્યું કે પરિવારમાં પણ દીકરો કે દીકરી ૧૮-૨૦ વર્ષની થાય તો માતાપિતા કહે છે કે પોતાના પગ પર ઊભા થવાનું શીખો, આ એક રીતે આત્મનિર્ભર ભારતનો પહેલો પાઠ છે. ભારતે પોતાના પગ પર ઊભા થવાનું છે. ભારત અન્ય દેશ પર પોતાની નિર્ભરતા ઓછી કરે અને સાથે તે ઈમ્પોર્ટ કરતી ચીજોને ભારતમાં જ તૈયાર કરે. ભવિષ્યમાં આ પ્રોડક્ટને ભારતનું એક્સપોટર બનાવવાની તૈયારી કરવામાં આવે. આપણે આ દિશામાં ઝડપથી કામ કરવાનું છે.લોકલ માટે વોકલ બનાવવાનો સમય છે.