USA : ચીન અને રૂસથી વધતા ખતરાની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંદાજે ૨૮ વર્ષ બાદ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવાનું વિચારી રહ્યા છે. અમેરિકાએ છેલ્લે ૧૯૯૨ની સાલમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. પરમાણુ પરીક્ષણના સંબંધિત અમેરિકાની ટોચની સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા લોકો સાથે ચર્ચા કરી હતી. કહેવાય છે કે આ પરીક્ષણનો હેતુ હથિયારોની વિશ્વસનીયતાને પારખવી અને નવી ડિઝાઇનવાળા હથિયાર બનાવાનું છે.
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે સુરક્ષા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જો અમેરિકાએ મોસ્કો અને પેઇચિંગને એ દેખાડી દીધું કે તેઓ ‘ઝડપથી ટેસ્ટ’ કરી શકે છે તો આ વાર્તા દરમ્યાન લાભદાયક થઇ શકે છે. અમેરિકા હથિયારો પર નિયંત્રણ માટે રૂસ અને ચીનની સાથે એક નવી ડીલ પર સાઇન કરવા માંગે છે.
અમેરિકાના આ પરમાણુનો મુખ્ય હેતુ પોતાના પરમાણુ બોમ્બના હાલના ભંડારની વિશ્વસનીયતાને પારખવી અથવા તો નવી રીતે પરમાણુ હથિયાર બનાવાનો છે. ટ્રમ્પ પ્રશાસને કહ્યું કે તેઓ નવા હથિયાર બનાવા જઇ રહ્યા નથી પરંતુ જો રૂસ અને ચીને વાર્તા કરવાની ના પાડી દીધો તો તેમની પાસે હથિયાર બનાવાનો અધિકાર સુરક્ષિત છે. સૂત્રોના મતે આ બેઠક દરમ્યાન પરમાણુ બોમ્બના પરીક્ષણના પ્રસ્તાવ પર ગંભીર મતભેદ જોવા મળ્યા.
- Naren Patel