Charotar Sandesh
ગુજરાત

કોરોના સંકટ સમયે કોંગ્રેસ નેતાઓ જયપુરમાં દારુ પી સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા : મુખ્યમંત્રી

નલિયા જાહેર સભામાં મુખ્યમંત્રીના કોંગ્રેસ પર આક્રમક પ્રહારો…

કોંગ્રેસને વિશ્વાસઘાતની વાત શોભતી નથી,ગુજરાતમાંથી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તો દૂર થયો છે…

નલિયા : આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટાચૂંટણીમાં પ્રચાર શરૂ કર્યો છે. આજે અબડાસાના ઉમેદવાર માટે તેઓએ જાહેર સભા કરી હતી. તેઓએ કચ્છના નલિયામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. અબડાસામાં જાહેર સભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈનનુ ધ્યાનમાં રાખીને જાહેર સભા યોજી હતી. જેમાં બેસવા મટે ખુરશીઓ વચ્ચે અંતર રાખીને બેઠક વ્યવસ્થા કરાઈ હતી. મુખ્યમંત્રી એ આજે અબડાસાના ઉમેદવાર માટે પ્રદ્યુમનસિંહ જાડેજા માટે મત માંગ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છી બોલીમાં લોકો પાસેથી મત માંગ્યા હતા.
તેઓએ આ સભામાં કહ્યું કે, પ્રદ્યુમનસિંહ પહેલા ભાજપમાં જ હતા અને હવે ઘરે પાછા આવ્યા છે. કોંગ્રેસવાળા પક્ષપલટાની વાતો કરે છે. જ્યારે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં ગયા ત્યારે પક્ષ પલટો નહોતો? ગુજરાતમાંથી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તો દૂર થયો છે. હવે કોરોનાનો ભય અને રોગ દૂર થાય તેવી માં આશાપુરાને પ્રાર્થના. સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા. દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયા હતા. કોરોના મામલે રાજકારણ કરતી કોંગ્રેસના સમર્થનવાળી મહારાષ્ટ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા છે. કોંગ્રસશાસિત એક રાજ્ય બતાવો જ્યાં ૨૫ ટકા ફી માફીની રાહત વાલીઓને મળી હોય. કોંગ્રેસ ખોટી કાગારોળ મચાવે છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ખેડૂતો માટે ક્યા સારા કામ થયા એ બતાવો તો ખરા. દરિયાનું ખારું પાણી મીઠું કરીને કચ્છમાં પહોંચાડીશું. કચ્છના લોકો ડોલરમાં કમાણી કરે તેવું આયોજન કરી રહ્યા છીએ. કચ્છમાં દુષ્કાળ ભૂતકાળ બને તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે કે, કોંગ્રેસને જવાબ આપે. કોંગ્રેસે મુસ્લિમ સમાજને ફક્ત મતબેંક સમજી છે. મુસ્લિમો ગરીબ રહે તેવા જ કામ કર્યા છે. આ વખતે અબડાસાના મુસ્લિમો ભાજપને મત આપીને આખા રાજ્યના મુસ્લિમ સમુદાયને મેસેજ આપે.

Related posts

હેલ્મેટના કડક નિયમ સામે પોસ્ટર વોર : ૧૫ હજારથી વધુ લોકોએ વિરોધ નોંધાવ્યો…

Charotar Sandesh

શહીદોના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સ્વ-નિર્ભર શાળા સંચાલક મંડળનો નિર્ણય…

Charotar Sandesh

રાજ્યસભાની ચૂંટણીનું કાઉનડાઉન : ગુજરાતમાં એકઠા કરાશે કોંગ્રેસના ધારાસભ્યો…

Charotar Sandesh