Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંક્રમિતોનો આંક ૭૪ લાખને પાર, સક્રિય કેસો ૮ લાખથી નીચે…

૨૪ કલાકમાં ૬૨,૨૧૨ પોઝિટિવ કેસ, ૮૩૭ના મોત…

મૃત્યુદર ૧.૫૨%,૨૨ માર્ચ પછી સૌથી ઓછો, ભારતમાં પ્રતિ ૧૦ લાખની વસ્તી પર કોરોનાથી મોતના ૮૧ કેસ,૨૨ રાજ્યોમાં મોતનો દર નહિવત, ૪ ઓકટોબર પછી સંક્રમણથી મોતનો આંકડો ૧૦૦૦થી ઓછો…

ન્યુ દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે એવો દાવો કરી શકાય નહીં કે આ ઘટાડો સ્થાયી છે કે અસ્થાયી. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આધારે છેલ્લા દોઢ મહિનામાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા ૮ લાખની નીચે પહોંચી છે. ભારતમાં મૃત્યુદર પણ સતત ઘટી રહ્યો છે. હાલના આંકડા ૧.૫૨ ટકાનો છે. જે ૨૨ માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઓછો છે.
સક્રિય કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સક્રિય કેસમાં કુલ પોઝિટિવ કેસ ૧૦.૯૨ ટકાથી પણ ઓછા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા હવે ૭૯૫૦૮૭ થઈ છે. જ્યારે ૬૫૨૪૫૯૫ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા મૃત્યુની વાત કરીએ તો ૮૩૭ લોકો કોરોના સામે જંગ હારી ગયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૧૨૯૯૮ દર્દીઓના મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૬૨૨૧૨ નવા કેસ સામે આવ્યા છે. સાથે જ કોરોનાના કુલ કેસ ૭૪,૩૨,૬૮૧ને પાર પહોંચ્યા છે.
છેલ્લા ર૧ કરતાં વધુ દિવસમાં કોરોનાના કેસમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ ર૧ સપ્ટેમ્બરે ર૮,૬પ૩ કેસ ઘટયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ૬ર.ર૪ લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે. આમ એક બાજુ કોરોનાના નવા અને એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે અને બીજી બાજુ કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. એ જ રીતે કોરોના સંક્રમિતોના મૃત્યુનો દર પણ સતત ઘટી રહ્યો છે. તાજેતરમાં કોરોનાના નવા દર્દીનો આંક ઘટીને પપ,૦૦૦ પર આવી ગયો હતો. આ પરથી સ્પષ્ટ છે કે કોરોના સામેના જંગમાં ભારતની મહેનત હવે રંગ લાવી રહી છે.
કોરોનાના આંકડાઓ જોતાં ભારતમાં રિકવરી રેટ ૮પ ટકા કરતાં વધી ગયો છે. ભારતમાં હાલ ૮,૩૮,૭ર૯ એક્ટિવ કેસ છે જેનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસ, મૃત્યુદર અને રિકવરી રેટ સૌથી વધુ છે ભારતનાં સૌથી મોટાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર સતત વધી રહ્યો છે અને તેની સામે સંક્રમણનો દર સતત ઘટી રહ્યો છે. આજ કારણસર કોરોનાના એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે અને હાલ સૌથી વધુ એક્ટિવ કેસ પણ હાજર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્રમાં ૧ લાખ ૯૦ હજાર ૧૯૨ એક્ટિવ કેસ હાજર છે. ત્યારબાદ કર્ણાટકમાં ૧ લાખ ૧૨ હજાર ૪૪૬, કેરલમાં ૯૫૧૦૧ અને તમિલનાડુમાં ૪૦ હજાર ૯૫૯ એક્ટિવ કેસ હાજર છે.

Related posts

Breaking : મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે BJPના દેવેન્દ્ર ફડણવીસે લીધા શપથ…

Charotar Sandesh

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૭,૯૦૫ કેસ નોંધાયા, ૫૫૦ના મોત…

Charotar Sandesh

દિલ્હીમાં બેઠેલા કેટલાક લોકો મને લોકશાહીના પાઠ ભણાવે છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh