મુંબઈ : કોરોના વાયરસ જેવી મહામારી વિરુદ્ધ દેશના ડૉક્ટરો પોતાના જીવના જોખમે સેવા આપી રહ્યાં છે, દેશના કેટલાક સ્થળો પર લોકો દ્વારા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાઓ થઇ રહ્યાં છે. આવી ઘટનાઓને લઇને હવે બૉલીવુડ એક્ટર અજય દેવગને પોતાના ગુસ્સો ઠાલવ્યો છે. ડૉક્ટરો સાથેના અભદ્ર વ્યવહાર પર અજય દેવગને ગુસ્સા કાઢતા આવા લોકોને દેશના ગુનેગારો ગણાવ્યા છે. અજય દેવગને એક ટ્વીટ કરીને પોતાનો મત આપ્યો છે.
અજય દેવગને ટ્વીટ કરતાં લખ્યું કે, કેટલાક એવા રિપોર્ટ જોઇ ચૂક્યો છુ, જેમાં ભણેલા-ગણેલા લોકો પણ પોતાના આડોશ-પાડોશમાં ડૉક્ટરો પર પાયાવિહોણી ધારણાઓના કારણે હુમલો કરી રહ્યાં છે. આ વાત જાણીને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. આવા અસંવેદનશીલ લોકો સૌથી ખતરનાક હોય છે. બધા ઘરે રહો સુરક્ષિત રહો. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ અલગ વિસ્તારોમાંથી ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફ પરના હુમલાઓની ઘટના સામે આવી રહી છે. આના કેટલાક વીડિયો પર વાયરલ થઇ રહ્યાં છે. જેને લઇને બૉલીવુડ સેલિબ્રિટીઝઓ પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે.