Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના હળવો થતાં સીએએનો અમલ શરૂ કરીશું : શાહની જાહેરાત…

ત્રણ બંગાળી આઇપીએસ અધિકારીને મોકલેલો પત્ર બંધારણીય…

કોલકાત્તા : કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કોલકાતામાં એવી ઘોષણા કરી હતી કે કોરોનાનું જોર હળવું થતાં બનતી ત્વરાએ સીએએનો અમલ શરૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે દેશમાં હજારો ગેરકાયદે ઘુસણખોરો છે. એમાં કેટલાક આતંકવાદી કે તેમના સહાયકો પણ હોઇ શકે છે. એટલે સીએએનો અમલ વહેલો થાય એ દેશના હિતમાં છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાર કાફલા પર થયેલા હુમલાના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના આઇપીએસ અધિકારીઓને તેડું મોકલતો જે પત્ર મોકલ્યો છે એે બંધારણીય છે એવો દાવો પણ તેમણે કર્યો હતો.
અત્રે એ યાદ રહે કે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ એ અધિકારીઓને કેન્દ્રના પત્રની પરવા નહીં કરવાનો અને દિલ્હી નહીં જવાનો આદેશ આપ્યો હતો. મમતાએ એવો દાવો કર્યો હતો કે આ પત્ર રાજ્ય સરકારના કામકાજમાં દખલરૂપ હતો. એમના આદેશના પગલે આઇપીઈએસ અધિકારીઓ દ્વિધામાં મૂકાયા હતા. મમતાનું વર્તન કેન્દ્ર સાથે સંઘર્ષરૂપ હતું.
બોલપુરમાં જંગી રેલી યોજ્યા બાદ શાહ પત્રકાર પરિષમાં બોલી રહ્યા હતા. તમે સીએએનો અમલ ક્યારે કરવાના છો એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોરોનાના કારણે એના અમલમાં વિલંબ થયો હતો. કોરોના હળવો થતાં સીએએનો અમલ ત્વરિત કરવામાં આવશે.

Related posts

વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશનો મૂડ શું છે તેની જાણ થઈ ગઈ છે…

Charotar Sandesh

ડુંગળીના ભાવમાં ૭ દિવસમાં ૪૫ ટકાનો વધારો : ૪ દેશોમાં આયાત કરાશે…

Charotar Sandesh

દેશમાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો ૨૦૦૦ને પાર, ૬૩ મોત…

Charotar Sandesh