Charotar Sandesh
ઈન્ડિયા

કોવિડ-૧૯નો ટેસ્ટ મફ્તમાં કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપની વચ્ચે દેશમાં તમામ નાગરિકોની કોવિડ-૧૯ની તપાસની સુવિધા મફ્તમાં ઉપલબ્ધ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. વકીલ શશાંક દેવ સુધીએ આ અરજી દાખલ કરી છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે, કેન્દ્રને કોવિડ-૧૯નો ટેસ્ટ મફતમાં ઉપલબ્ધ કરાવવા માટે આદેશ આપવામાં આવે.

અરજીમાં ભારતીય તબીબી અનુસંધાન પરિષદના ૧૭ માર્ચના પરામર્શ પર સવાલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ખાનગી હોસ્પિટલ અને લેબમાં કોવિડ-૧૯ના ટેસ્ટ માટે મહત્તમ કિંમત ૪૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી હોસ્પિટલ કે પછી પ્રયોગશાળામાં કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવો ખૂબજ મુશ્કેલ કામ છે અને આનો કોઈ અન્ય વિકલ્પ નહીં હોવાને કારણે લોકોને ખાનગી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા માટે ૪૫૦૦ રૂપિયા આપવા પડે છે. કોરોના વાયરસનું જોખમ ખૂબજ ગંભીર છે અને આ મહામારી પર કાબૂ મેળવવાનો એકમાત્ર માર્ગ છે.

Related posts

નવતર પ્રયોગ : મધ્યપ્રદેશના ખંડવામાં વેક્સિન નહિં તો શરાબ નહીં આપવામાં આવે

Charotar Sandesh

મુંબઈની બિહામણી તસવીરો : યુપી-બિહારની ટ્રેન સુપરસ્પ્રેડર બની શકે છે..!

Charotar Sandesh

પંજાબ સર કરવા કેજરીવાલે સ્વાસ્થ્ય સેવાઓ સહિત ૬ ગેરંટીની જાહેરાત કરી

Charotar Sandesh