ન્યુ દિલ્હી : સ્વદેશી વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે, સાથે જ કંપની દ્વારા ત્રીજા તબક્કાનાં પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિન ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓ પર અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.
દુનિયાભરમાં ભય ફેલાવી રહેલા ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન ૬૫.૨% અસરકારક જણાઈ છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન ૯૩.૪% અસરકારક છે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાનાં પરિણામોના આધારે જણાવ્યું હતું કે કોવેક્સિન કોરોના સામે એકંદરે ૭૭.૮% અસરકારક હોવાનું જણાયું છે.
જ્યારે દુનિયાભરમાં ભય ફેલાવતા ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ સામે આ વેક્સિન ૬૫.૨% અસરકારક હોવાનું જણાયું છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન ૯૩.૪% અસરકારક હોવાનું જણાઈ આવ્યું છે. એ છજઅદ્બર્ંદ્બટ્ઠૈંષ્ઠ કોરોના દર્દીઓ પર ૬૩.૬% અસરકારક સાબિત થઈ છે.
કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે એની ઓવરઓલ એફિકેસી ૭૭.૮% મળી છે, જ્યારે કોરોના વાયરસના ગંભીર સંક્રમણ પર એની ઓવરઓલ એફિકેસી ૯૩.૪% જાણવા મળી છે.
જણાવવામાં આવ્યું છે કે કોવેક્સિન ૬૦ વર્ષથી વધુ વયના લોકો પર ૬૭.૮% અને ૬૦ વર્ષથી ઓછી વયના લોકો પર ૭૯.૪% અસરકારક છે, જોકે ત્રીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન લગભગ ૯૯ વોલંટિયર્સમાં ગંભીર આડઅસર પણ જોવા મળી.