Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોહલીએ છેલ્લી ૧૯ ઇનિંગ્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી…

વેલિંગ્ટન : ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે માત્ર ૨ રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. તે ફાસ્ટ બોલર કાઇલી જેમિસનની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બીજી વિકેટ બન્યો હતો. કોહલીની આ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં એક્રોસ ફોર્મેટ ૮મી ઇનિંગ્સ હતી. આ દરમિયાન તેણે માત્ર એક ફિફટી મારી છે. કોહલીએ છેલ્લી ૧૯ ઇનિંગ્સથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારી નથી. તેણે છેલ્લે બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં નવેમ્બર ૨૦૧૯માં સદી મારી હતી.

કોહલી પોતાના કરિયરમાં આ પહેલા ૨ વાર આવા ખરાબ ફોર્મમાંથી પસાર થયો હતો કે જ્યાં તેણે ૧૯ અથવા તેથી વધુ ઇનિંગ્સ સુધી સદી મારી નહોતી. કોહલી પહેલીવાર ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર ૨૦૧૧ દરમિયાન ખરાબ ફોર્મમાં રહ્યો હતો. ત્યારે તેણે ૨૪ ઇનિંગ્સ સુધી સેન્ચુરી ફટકારી ન હતી. તે ૭ મહિનામાં તેની ઓવરઓલ બેટિંગ એવરેજ ૪૮થી ઘટીને ૩૯ થઇ ગઈ હતી.

ત્યારબાદ ૨૦૧૪માં ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે કોહલીને સદી તો દૂરની વાત છે, રન કરવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. ફેબ્રુઆરીથી ઓક્ટોબર ૨૦૧૪ સુધી તે સતત ૨૫ ઇનિંગ્સમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ સામેની ૫ ટેસ્ટની સીરિઝમાં કોહલીએ માત્ર ૧૩૪ રન કર્યા હતા. ઓફ-સ્ટમ્પની બહારની લાઈન પર જેમ્સ એન્ડરસન તેને સરળતાથી આઉટ કરી રહ્યો હતો.

Related posts

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર…

Charotar Sandesh

સતત ૪૨ મિનિટ દોડતા રહ્યાં ૯૬ વર્ષના દાદા : તોડયા તમામ રેકોડર્ઝ…

Charotar Sandesh

કોહલીએ ૭૪ રન બનાવી ૫૧ વર્ષ જૂનો પટૌડીનો તોડી નાંખ્યો રેકોર્ડ…

Charotar Sandesh