મુંબઇ : હાર્દિક પંડ્યા પિતા બન્યો ત્યારથી તેના બાળકનાં નામ અંગે લોકોમાં ખાસ્સી ઉત્સુકતા છે. પિતા બનેલો હાર્દિક હાલ સોશિયલ મીડિયમાં ખુબ જ એક્ટિવ થઈ ગયો છે. અને નતાશા સાથે બેબીના ફોટોસ સતત સોશિયલ મીડિયામાં શેર કરતો હોય છે. તેવામાં હાર્દિક પોતાના બેબીને લઈ હોસ્પિટલથી ઘરે આવ્યો છે. તે સમયે હાર્દિકની ભાભીએ બેબી અને નતાશાનું શાનદાર સ્વાગત કર્યું હતું. જો કે, સ્વાગત માટે બનાવવામાં આવેલી કેકમાં હાર્દિકનાં બેબીનાં નામનો ખુલાસો થયો હોય તેવું પણ લાગી રહ્યું છે.
હાર્દિકનાં ઘરે પુત્રનો જન્મ થતાં જ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાર્દિક નતાશા અને બેબીને લઈને હોસ્પિટલથી ઘરે પહોંચ્યો હતો. તે સમયે હાર્દિકની ભાભી અને કૃણાલ પંડ્યાની પત્ની કૃણાલ પંડ્યાની પત્ની પંખુડીએ નતાશા અને બેબી માટે શાનદાર પાર્ટી રાખી હતી. આ પાર્ટીની કેકના કારણે હાર્દિકના પુત્રના નામ અંગે ફેન્સે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ કરી દીધી છે.
હાર્દિક કે તેના પરિવારજનોએ હજુ સુધી બેબીના નામ અંગે ખુલાસો કર્યો નથી. જો કે, પાર્ટી માટે કેક બનાવનાર કેક કંપનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેકની તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં સાફ લખવામાં આવ્યું છે કે, વેલકમ નેટ્સ એન્ડ અગસ્ત્ય. આમ હવે સોશિયલ મીડિયામાં ચર્ચા ઉઠી છે કે હાર્દિકના બેબીનું નામ અગસ્ત્ય હોવું જોઈએ.