Charotar Sandesh
સ્પોર્ટ્સ

ક્રિસ ગેલે મહિલા હોસ્ટ સાથે કરી બદતમીજી, લાગ્યો ૭૫૦૦નો ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ…

ને કરી દીધી એવી વાત, વિવાદ વકર્યો…

ન્યુ દિલ્હી : વિશ્વનો સૌથી મોટો ટી ૨૦નો ખેલાડી ક્રિસ ગેલ મેદાન પર જેટલો આક્રમક છે મેદાનની બહાર એટલો જ મસ્તીખોર છે. ક્રિસ ગેલ તે હંમેશાં મસ્તીના મૂડમાં રહે છે તે મેદાનમાં ફિલ્ડિંગ કરતો હોય કે પછી ડ્રેસિંગ રૂમમાં ખૂબ મસ્તી કરે છે. આવી મસ્તી મજાકમાં ક્યારેક તે એવી હરકત કરી બેસે છે જેના લીધે તેના સાથે વિવાદ જોડાઇ જાય છે. આમ પણ ક્રિકેટર અને વિવાદ સાથે જુનો નાતો છે તેવુ કહી શકાય. ૨૦૧૫ માં પણ આવું જ થયુ જ્યારે ક્રિસ ગેલે મજાક મસ્તી કરી અને ત્યારબાદ તેને ભારે દંડ થયો હતો.
બિગ બૈશ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાંથી તેને પડતો મુકાયો હતો. ક્રિસ ગેલે ૨૦૧૫માં વિવાદનો મધપુડો છંછેડ્યો હતો જ્યારે તેણે મહિલા એન્કરને મેદાન પર બદતમીજી કરી હતી. મેચ દરમિયાન મહિલા હોસ્ટ ક્રિસ ગેલને સવાલ કરી રહી હતી ગેલે મજાક કરતા એવી વાત કરી જેનાથી બબાલ થઈ હતી. ગેલે મહિલા હોસ્ટને સીધુ જ પુછ્યુ કે મારી સાથે ડેટ પર આવીશ? કહ્યું કે બેબી શરમાતી નહી, વિવાદ વધતા જ મેલબર્ન રેનીગેડ્‌સ ટીમે ગેલ પર ૭૫૦૦ ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારી દીધો હતો.
ગેલે તરતજ આ મામલે માફી માંગી લીધી હતી. ક્રિસે કહ્યુ કે મારા નિવેદનને મારી મચડીને રજૂ કરવામાં આવ્યું હતુ. હું તો મજાક મસ્તીમાં બોલ્યો હતો મારો આવો કોઈ ઇરાદો ન હતો કે કોઈને નુકસાન થાય. હું કોઇનુ અપમાન ક્યારેય ન કરૂ. ક્રિસ ગેલ બીજા વિવાદમાં ફસાયા જેમાં મહિલા પત્રકારને સેક્સ, મહિલા અને સમાનતાને લઇને ખુબજ અજીબ વાત કરી દીધી હતી. ક્રિસ ગેલની એ કમેન્ટ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો હતો આ મામલે તેને પૂર્વ ક્રિકેટરોએ બરાબરનો આડે હાથ લીધો હતો.

Related posts

આઇપીએલ : કિંગ્સ ઇલેવન પંજાબે નામ બદલીને પંજાબ કિંગ્સ ટીમ કર્યું…

Charotar Sandesh

ટીમ ઇન્ડિયામાં કેપ્ટન વિરાટની જવાબદારી અય્યર, રાહુલ કે હાર્દિક સોપાઈ શકે છે…

Charotar Sandesh

હાર્દિક પંડ્યા હાલ ફેમિલીની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો, શ્રીલંકા પ્રવાસ પહેલાં તેની તસવીરો થઈ વાયરલ…

Charotar Sandesh