ત્રણ લાખ અરસોનિક આલબમ્બ, પચાસ હજાર ઉકાળા, છ લાખ ગિલોય ઘનવટીનું વિતરણ કરાયું…
આણંદ : આણંદ જિલ્લાનું છેવાડાનું નવાબી નગરી તરીકે ઓળખાતું નગર એટલે ખંભાત…તારીખ ૧૧/૦૪/૨૦૨૦ના રોજ કોરોના નો પ્રથમ કેસ મળેલ આજ દિન સુધી ખંભાત શહેરના કુલ ૯૦,૦૦૦ કરતાંય વધુ જેટલા નગરજનો તથા ખંભાત તાલુકના તમામ ગામોના કુલ ૨,૦૦,૦૦૦ જેટલા ગ્રામજનોનું હેલ્થ સ્ક્રીનીંગ કરી તેઓને હેલ્થ સર્વે દરમિયાન તથા ધનવંતરી રથ દ્વારા ઓપીડી માં રોગપ્રતિકારક દવાઓનું(હોમિયોપેથીક આર્સેનીક આલ્બમ અને આયુર્વેદિક ઉકાળા/ગિલોય ઘનવટી)નું વિતરણ કરવામાં આવેલ છે.જેમાં કુલ ૩,૦૦,૦૦૦ જેટલી આર્સેનીક આલ્બમ, ૫૦,૦૦૦ જેટલા આયુર્વેદિક ઉકાળા અને ૬,૬૦,૦૦૦ થી વધુ ગિલોય ઘનવટી નું વિતરણ કરવામાં આવેલ છે. ખંભાતમા શરુઆતના ફક્ત ૧૫ દિવસમા જ ૬૨ પોઝીટીવ કેસ જોવા મળેલ હતા જેમા હેલ્થ સ્ક્રીનીંગ તથા રોગપ્રતિકારક દવાઓના વિતરણ બાદ ૧૧૨ દિવસમા ૧૧૦ કેસ મળેલ છે જે કેસની સંખ્યામા નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.
ખંભાત વિસ્તાર માં કોરોના સંક્રમણ ના કારણે કલેક્ટર શ્રી આર.જી.ગોહિલ દ્વારા આ વિસ્તાર માં આયુષ ની દવા અને ગોળી નું વિતરણ કરવા અને શહેર તથા ગ્રામીણ વિસ્તાર ના નાગરિકો ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આરોગ્ય વિભાગ ને માર્ગ દર્શન કરતા તે મુજબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર ના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.ઈશ્વરભાઈ પ્રજાપતિ અને આરોગ્ય ટીમ દ્વારા સમગ્ર કામગીરી શરુ કરવામાં આવી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીતસિંહ અને ખંભાત વિસ્તાર ના ગ્રામ્ય વિસ્તારના કર્મચારી ઓ ના સહયોગ થી દવા ગોળી નું વિતરણ સુચારુ પણે કરી શકાયું છે.