Charotar Sandesh
મધ્ય ગુજરાત

ખેડાના ઠાસરામાં મદીના મસ્જિદમાં ધડાકોઃ ૧ કાશ્મીરી યુવક ઘાયલ, ૩નો બચાવ…

ખેડા : ખેડાના ઠાસરા ગામમાં મદીના મસ્જિદમાં ભેદી ધડાકો થયો હતો. આ મસ્જિદમાં ૪ કાશ્મીરી યુવાનો હતા જેમાંથી ધડાકામાં એક કાશ્મીરી યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે જ્યારે અન્ય ૩ યુવાનોને બચાવી લેવાયા છે.
ખેડા ઠાસરા મદીના મસ્જિદમાં ભેદી ઘડાકો છતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. ભેદી ઘડાકામાં એક યુવકને ગંભીર ઇજા પહોંચી છે તો અન્ય ૩ યુવકનો આબાદ બચાવ થયો છે. સવારે નમાજ બાદ મસ્જિદમાં ધડાકો થયો હતો. હાલ ગેસ બોટલમાં ગળતરથી ધડાકો થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આગ સાથે ધડાકો થયાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરમાં ૪ કાશ્મીરી યુવાનો રહેતા હતા જેમાંથી એક યુવક ગંભીર રીતે દાઝી ગયો છે. ધડાકાની ઘટનામાં ૩ કાશ્મીર યુવકોનો બચાવી લેવામાં આવ્યા છે. આ ચાર કાશ્મીર યુવાનો મસ્જિદમાં રહેતા હતા.
ધડાકાની ઘટનાના પગલે ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હ્લજીન્ સહિતની તપાસ એજન્સીઓને જાણ કરાઇ છે.

Related posts

વડોદરા જિલ્લાના ભાયલી સ્ટેશનથી પાદરા હાઈવે રોડ વરસાદી પાણીથી ધોવાઈ જતાં બિસ્માર બન્યો : વાહનચાલકોને મુશ્કેલી…

Charotar Sandesh

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું કોરોના સામે શક્તિ પ્રદર્શનનો વિડીયો વાયરલ…

Charotar Sandesh

વડોદરાની રિફાઇનરીમાં કોરોના વિસ્ફોટ : ૧૬૬ લોકો કોરોના પોઝિટિવ…

Charotar Sandesh