Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર : કણજરી ગામમાં વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો…

વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે જિલ્લામાં કોરોનાનો આંક 34 પર પહોચ્યો છે…

નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાનો સકંજો વણથંભ્યો બની રહ્યાનું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ કોઇને કોઇ તાલુકામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ બહાર આવી રહ્યા છે. આજે પણ વધુ બે કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે જિલ્લામાં કોરોનાનો આંક 34 પર પહોચ્યો છે.

ખેડા જીલ્લામાં છેલ્લા વીસેક દિવસથી કોરોના સંક્રમણે માથુ ઉંચક્યું છે. મહેમદાવાદ, કણજરી સહિત ત્રણ નવા કેસ મળ્યા હતા. કણજરી ગામે મદનીપાર્ક સોસાયટીમાં રહેતા ભાજપના કાઉન્સીલર કોરોનાની ઝપટમાં આવ્યા હતા. આજ વિસ્તારમાં રહેતા અન્ય એક યુવકને પણ કોરોનાના લક્ષણો જણાતા હતા. જેથી તેનો સેમ્પલ લઈને તપાસમાં મોકલવામાં આવ્યો હતો. આજે કણજરી સ્ટેશન રોડ મદનીપાર્કમાં રહેતા સાજીદભાઈ એ. વ્હોરાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આમ કણજરી ગામમાં માત્ર બાર કલાકમાં જ કોરોનાના પોઝીટીવના બે કેસ નોંધાયા છે. જાકે અગાઉ જારખંડ જમાતમાંથી ભાજપના કાઉન્સીલર ઘરે આવ્યા હોવાનું આધારભુત સુત્રોએ જણાવ્યું હતું. આમ હાલ કણજરીમાં બહારથી મોટી સંખ્યામાં જમાતીઓ આપ્યા છે ત્યારે સંક્રમણ ન ફેલાય તે માટે જીલ્લા આરોગ્ય તંત્ર અને પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા મદનીપાર્કને જાડતા તમામ રસ્તા સીલ કરીને કન્ટેઈમેન્ટ ઝોનમાં આ વિસ્તારને ફેરવી દેવામાં આવ્યો છે. તેમજ કણજરીના અન્ય વિસ્તારોમાં પણ સંક્રમણ ન વકરે તે માટે વહીવટી તંત્ર દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો કણજરીમાં ઉતારીને ઘેર ઘેર ચકાસણી હાથ ધરવામાં આવી છે. જ્યારે ખેડા જીલ્લામાં નડિયાદને બાદ કરતા મહેમદાવાદ, કઠલાલ, ચકલાસી, મહુધા સહિતના વિસ્તારોમાં કોરોનાનો કેસ મળી આવ્યા છે. અને હાલમાં ખેડા જીલ્લાનો આંકડો ૩૪ ઉપર પહોંચ્યો છે.

Related posts

કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત બીજેપી આણંદ શહેર સંગઠન તરફથી સહાયતા કેન્દ્ર ઉભું કરાયું…

Charotar Sandesh

આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલ દ્વારા નાગરિકોના પ્રશ્નો સાંભળવા વેબસાઈટ લોન્ચ કરાઈ…

Charotar Sandesh

આણંદ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા “નશાબંધી પ્રચાર-સપ્તાહ ૨૦૨૧”નો પ્રારંભ

Charotar Sandesh