મુંબઈ : ખેડૂતોના અપમાન બાબતે કર્ણાટકના તુમકુર જિલ્લાની એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કંગના રનૌત વિરુદ્ધ એફઆઈઆર ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. ક્યાથાસંદરા પોલીસ સ્ટેશનના ઓફિસરને કોર્ટે આ આદેશ વકીલ રમેશ નાઈક દ્વારા ફાઈલ કરેલી ફરિયાદના આધારે આપ્યો છે. રામ નાઈકે ફરિયાદ સેક્શન ૧૫૬ (૩) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. રામ નાઈકે એક્ટ્રેસ પર કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને તેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક્ટ્રેસ વિરુદ્ધ ૈંઁઝ્ર સેક્શન ૧૫૩ એ (ધર્મ, ભાષા, જાતિના આધારે નફરત ફેલાવવી), ૫૦૪ (શાંતિ ભંગ કરવાના હેતુથી જાણી જોઈને અપમાન કરવું), ૧૦૮ (ગુનાને ભડકાવવું) હેઠળ એફઆઈઆર ફાઈલ કરવાની માગ કરી હતી.
સેક્શન ૧૫૩ છમાં ત્રણ વર્ષની સજા અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. જો ગુનો કોઈ ધાર્મિક સ્થળ પર થાય છે તો સજા ૫ વર્ષની પણ થઇ શકે છે. જ્યારે સેક્શન ૫૦૪માં બે વર્ષની સજા અથવા દંડ અથવા બંને થઇ શકે છે. થોડા દિવસ પહેલાં એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટે તેના સમાચારમાં દાવો કર્યો હતો કે કંગનાએ એગ્રી માર્કેટિંગ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહ્યા છે. જોકે, આ બાબતે એક્ટ્રેસે વેબસાઈટને આડે હાથ લીધી હતી. કંગનાએ તેનું ઓરિજિનલ ટ્વીટ શેર કરીને પડકાર આપ્યો કે જો કોઈ એવું સાબિત કરી દે કે તેણે ખેડૂતોને આતંકવાદી કહ્યા છે તો તે ટિ્વટર છોડવા તૈયાર છે. કંગનાએ તેના ટ્વીટમાં ’પપ્પુ કી ચંપુ સેના’નો ઉપયોગ કર્યો હતો.
તેણે આવું કોના માટે લખ્યું હતું, તે તો સ્પષ્ટ નથી પરંતુ ટિ્વટર યુઝર્સે એવો અંદાજ લગાવ્યો હતો કે તેણે રાહુલ ગાંધી માટે પપ્પુ શબ્દનો યુઝ કર્યો હતો. કંગનાએ તેના એક અન્ય ટ્વીટમાં ન્યૂઝ વેબસાઈટ પર અસત્ય ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ’જે લોકો સીએએ વિશે અસત્ય ફેલાવી રહ્યા હતા, જે તોફાનનું કારણ બન્યા. તે જ લોકો હવે કૃષિ બિલ વિરુદ્ધ અસત્ય ફેલાવી રહ્યા છે અને દેશમાં આતંકનું કારણ બની રહ્યા છે. તે આતંકવાદી છે. તમને એકદમ ખબર છે કે મેં શું કહ્યું હતું. પરંતુ અસત્ય ફેલાવવામાં તમને ખુશી મળે છે.